મહાપાલિકાના કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીના નામે મીડુંઃ કાેંગી કોર્પોરેટરે કર્યું રિયાલિટી ચેક

November 27, 2018 at 4:46 pm


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.13માં આવેલ વસંતરાવ ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલ તેમજ ગુરુપ્રસાદ ચોક અને સ્વામિનારાયણ ચોક તથા મહાપાલિકા સંચાલિત સરોજિની નાયડુ શાળા નં.69માં આજે વોર્ડ નં.13ના કાેંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે ફાયર સેફટી અંગે રિયાલિટી ચેક કરતાં ઉપરોક્ત એક પણ સંકુલમાં ફાયરસેફટીની જરૂરી સુવિધા નહી હોવાનું માલૂમ પડતાં આ અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનરને લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે. વધુમાં કોર્પોરેટર ડાંગરે જણાવ્યું હતું કે તાજેતરમાં સુરતમાં જે દુઃખદ ઘટના બની ત્યારબાદ વોર્ડ નં.13માં સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતાં ટયુશન ક્લાસીસમાં રિયાલિટી ચેક કરતાં ત્યાં આગળ ફાયર સેફટીને લગતી કોઈ જ સુવિધા નહી હોવાનું માલૂમ પડયું હતું. આ ઉપરાંત કોમ્યુનિટી હોલમાં પણ ફાયર સેફટીની કોઈ જ સુવિધા જોવા મળી ન હતી. જો ખરેખર ફાયર સેફટીની કોઈ સુવિધા હોય જ નહી તો મહાપાલિકાની ફાયરબ્રિગેડ શાખા કઈ રીતે ફાયરના એનઆેસી આપે છે તે અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા તેમણે માગણી કરી હતી.

Comments

comments

VOTING POLL