મહાપાલિકાના ઢોર ડબ્બામાં ઘાસચારા કૌભાંડઃ કાેંગ્રેસ

September 12, 2018 at 3:53 pm


રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.15માં 80 ફૂટ રોડ પર ફિલ્ડ માર્શલ ચોકડી નજીક આવેલ ઢોર ડબ્બામાં ઘાસચારા કૌભાંડ ચાલી રહ્યું હોવાનો વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ ખુલ્લાે આક્ષેપ કર્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ સ્થળ નિરીક્ષણ દરમિયાન તેમના ધ્યાનમાં ચાેંકાવનારી હકીકતો આવી છે. ખાસ કરીને ઢોરને ખાવું પણ ન ગમે તેવું ઘાસ નાખવામાં આવે છે તેમજ ઘાસચારાના રેકર્ડ રજિસ્ટરમાં ચેડાં કરવામાં આવી રહ્યાનું માલૂમ પડયું છે ! ઘાસ આવે ત્યારે એન્ટ્રી કરવાના બદલે પાછળથી એન્ટ્રીઆે કરાતી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી છે !

વધુમાં આ અંગે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ અખબારી યાદીમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આજે સવારે 10 કલાકે ભાવનગર રોડ પર આવેલ ઢોર ડબ્બાના ચેકિંગમાં વશરામ સાગઠિયા સાથે હિરા ચાવડા, અરવિંદ મુછડીયા, કેશુ ભોજાણી અને સુરેશ જાદવ ગયા હતા જેમાં એમને મળેલી ફરિયાદ મુજબ જ ત્યાં હતું જેની તપાસ કરતાં ઘાસ જે આવે છે તેમાં માટી (ધૂળ) ચાેંટેલી નજરે પડે છે. શેરડીના સાંઠા કરતાં પણ મોટી જાર (જુવાર)ના રાડા નજરે પડયા હતાં.

દરમિયાન તેની લંબાઈની માપણી કરતાં ચાર ફૂટ લાંબા તેમજ 10 ફૂટ લાંબા જુવારના રાડા નજરે પડયા હતા જે કોઈ પણ સંજોગોમાં પશુ ખાઈ શકે નહી અને જુવારની સાથે કડવું ખડ (ઘાસ) પણ હતું !! તેમણે ઉમેર્યું હતું કે, જે ઢોર ખાય નહી સ્થાનિકનો પૂછતાં જાÎયા મુજબ દરરોજ ઘાસમાં કપાત (આેછુ) કરી રજીસ્ટરમાં લખતા હોય છે પરંતુ છેલ્લા પાંચ મહિનામાં ફક્ત તા.7-9-2018માં એક જ દિવસમાં ઘાસમાં 100 કિલો કપાત કરી એટલે કે બાકીના પાંચ મહિનાના ઘાસના પૂરેપૂરા રૂપિયા ચૂકવી દીધા છે. આ ઘાસનો કોન્ટ્રાક્ટર પણ કોર્પોરેશનના અધિકારીના મળતિયા હોવાની ચર્ચા તેમના ધ્યાને આવ્યાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. જેના હિસાબે જ લાખો રૂપિયાનું ઘાસમાં ગોટાળો થયો છે અને મકાઈ જો ઢોરને આપવામાં આવે તો તે આખેઆખી ખાઈ જાય છે પરંતુ જુવાર (જાર)ના રાડા તે ખાતા નથી અને તેમને તેમ જ પડયા રહે છે અંતે તે કચરામાં નાખી દેવા પડે છે અને હિસાબમાં પૂરા પૈસા વસૂલાય છે. આ ઘાસચારાના કૌભાંડમાં છેલ્લા પાંચ મહિનામાં તા.7-9-2018ના દિવસને બાદ કરતાં ક્યાંય પણ ઘાસની કપાત પણ થઈ નથી ઢોરને સુકું અને લીલું ઘાસ આપવાનું હોય છે પરંતુ સુકું ઘાસ ક્યારેય મળ્યું નથી !

આક્ષેપ કરતાં યાદીના અંતમાં જણાવ્યું છે કે ગૌશાળાવાળા સાથે સેટિંગ કરીને સારી સારી ગાયો બારોબાર વેચી દેવામાં આવે છે અને ગૌશાળાવાળા ગૌશાળામાંથી સીધા વેચી પૈસા કમાય છે તે પણ અંદરના વતુર્ળો દ્વારા જાણવા મળ્યું હતું. મોટા ઢોરને 20 કિલો નાના ઢોરને 10 કિલો ઘાસ આપવામાં આવે છે તેની સામે મોટા-મોટા 10-10 ફૂટના જારના ઢોર ખાઈ શકતાં નથી જેથી ઢોર ભૂખ્યા રહે છે. છેલ્લા 2 દિવસથી કેટલું ઘાસ આવ્યું તે રજિસ્ટર ચેક કરતાં રજિસ્ટર ખાલી (કોરું) બતાવે છે અને આનો અર્થ એ થાય છે કે ઘાસચારાનું કૌભાંડ થાય છે.

Comments

comments

VOTING POLL