મહાપાલિકાના બે કાેંગી કોર્પોરેટરને ડિસ્ક્વોલિફાઈ કરવા ભલામણ

August 16, 2018 at 3:06 pm


રાજકોટ મહાપાલિકાના કાેંગ્રેસના બે કોર્પોરેટરને ડિસ્ક્વોલિફાઈડ કરવા માટે ભલામણ કરતો પત્ર સેક્રેટરી શાખાના મ્યુનિસિપલ સચિવ એચ.પી.રૂપારેલીઆએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પાઠવ્યો હોવાનું જાણવા મળે છે. સતત ત્રણ જનરલ બોર્ડ મિટિંગમાં ગેરહાજર રહેવા બદલ વોર્ડ નં.11ના કાેંગ્રેસના કોર્પોરેટર પરેશ હરસોડા અને વોર્ડ નં.18ના કાેંગ્રેસના કોર્પોરેટર ધમિર્ષ્ઠાબા જાડેજાને ડિસ્ક્વોલિફાઈડ કરવા માટે નિયમાનુસાર તેમણે ભલામણ કરી છે.

વિશેષમાં આ અંગે સેક્રેટરી શાખાના મ્યુનિસિપલ સચિવ એચ.પી.રૂપારેલીઆએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વોર્ડ નં.11ના કાેંગ્રેસના કોર્પોરેટર પરેશ હરસોડા એપ્રિલ-2018, જૂન-2018 અને છેંી બોર્ડમિટિંગ આેગસ્ટ-2018 સહિત ત્રણ બોર્ડમિટિંગમાં સળંગ ગેરહાજર રહ્યા હતા. તદ્ઉપરાંત વોર્ડ નં.18ના કાેંગ્રેસના કોર્પોરેટર ધમિર્ષ્ઠાબા જાડેજા પણ એપ્રિલ, જૂન અને આેગસ્ટ-2018માં યોજાયેલી ત્રણ બોર્ડમિટિંગમાં સળંગ ગેરહાજર રહ્યા હતા. ધી બીપીએમસી એક્ટ-1949ની કલમ 11 મુજબ કોઈ પણ કોર્પોરેટર સતત ત્રણ જનરલ બોર્ડ સુધી ગેરહાજર રહે તો તેને ડિસ્ક્વોલિફાઈડ કરી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે રજારિપોર્ટ મુકીને કે મુક્યા વિના કોઈ પણ રીતે સળંગ ત્રણ જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા હોય તો ડિસ્ક્વોલિફાઈડ કરી શકાય છે. કાેંગ્રેસના બન્ને કોર્પોરેટરને ડિસ્ક્વોલિફાઈડ કરવાની ભલામણ કરતો પત્ર તેમણે ગત તા.14-8-2018ના રોજ પાઠવી દીધો હોવાનું ઉમેર્યું હતું.

Comments

comments

VOTING POLL