મહાપાલિકાની જન્માષ્ટમી ભેટઃ આવાસ યોજનાનો ડ્રાે યોજાશે

August 30, 2018 at 3:51 pm


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લીયરન્સ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી આવાસો બનાવી રહેલ છે. શહેરના ઘરવિહોણા લોકોને ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે મહાનગરપાલિકા સતત કાર્યરત છે. અત્યાર સુધીમાં 20000 જેટલા આવાસો અલગ અલગ સ્થળોએ બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ગૃહ યોજના (રેલનગર, પોપટપરા) આવાસની ફાળવણી બાદ જે અરજદારોએ આવાસ નહી સ્વીકારતા તેવા ખાલી પડેલ 73 જેટલા આવાસો જેઆે વેઇટિંગ લીસ્ટેડ છે તેઆેને ફાળવવા માટે તેમજ ગોકુલનગર વિસ્તારમાં સરકારશ્રીની ઇન્સીટુ યોજના અંતર્ગત 50 લાભાર્થી ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે બનાવવામાં આવેલ યોજના અંતર્ગત વેઇટિંગ મુજબના 9 લાભાર્થીઆેને આવાસ ફાળવવા માટેનો ડ્રાે તા.01/09/2018 શનિવારના રોજ સવારના 11ઃ30 કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવેલ છે. આ ડ્રાે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અિશ્વનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે.કમિશનર જાડેજા સાહેબ, કોર્પોરેટરશ્રીઆે તથા લાભાર્થીઆે ઉપસ્થિત રહેશે. વેઇટિંગ લીસ્ટવાળા લાભાર્થીઆેને પવિત્ર શ્રાવણ માસના જન્માષ્ટમીના તહેવાર નિમિતે પોતાના ઘરના ઘરની ભેટ મળે તેવા શુભ હેતુથી આવાસ ફાળવણી ડ્રાેનું આયોજન કરવામાં આવેલ છે. આ ડ્રાેનો નિર્ણય કરતા લાભાર્થીઆેએ આનંદની લાગણી વ્યક્ત કરેલ છે.

Comments

comments

VOTING POLL