મહાપાલિકાનું ખોદકામ અભિયાન: યાજ્ઞિક રોડ સહિત ૮ રસ્તા ઝપટે

April 20, 2019 at 4:35 pm


રાજકોટ મહાપાલિકાએ હાથ ધરેલા ખોદકામ અભિયાન અંતર્ગત હવે યાજ્ઞિક રોડ સહિતના વધુ આઠ રસ્તા ઝપટે ચડી ગયા છે. શહેરીજનોમાંથી હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે હવે રાજમાર્ગેા પર ખોદકામ કયારે બધં થશે ? નવરાત્રિ બાદ ડામરકામ કરાયું હતું અને ફકત પાંચથી છ મહિનાના ટૂંકા સમયગાળામાં મુખ્ય માર્ગેા ખોદી નાખવામાં આવ્યા છે. તાજેતરમાં યાજ્ઞિક રોડ ઉપરાંત ન્યુ જાગનાથ, જૂના જાગનાથ, ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, હાથીખાના રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં નવેનવા ડામર રોડનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.

વધુમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં શહેરમાં મોબાઈલ કંપનીઓ દ્રારા, પીજીવીસીએલ દ્રારા અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ માટે, ગેસ કંપની દ્રારા નવી ગેસલાઈનો નાખવા માટે તેમજ મહાપાલિકા તત્રં દ્રારા પાણીની નવી લાઈનો નાખવા માટે તેમજ ભૂગર્ભ ગટરની નવી લાઈનો નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં ચોમેર ખોદકામ ચાલી રહ્યું છે પરંતુ તે અલગ અલગ હેતુઓ માટે અને અલગ અલગ એજન્સીઓ દ્રારા કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ શહેરીજનો અને લતાવાસીઓના જણાવ્યા મુજબ નવેનવા ડામર રોડ છ મહિનામાં ખોદી નાખવામાં આવ્યા છે. છ–છ વર્ષ સુધી રજૂઆતો કરવામાં આવ્યા બાદ ડામર રોડ બનાવવામાં આવ્યા હતા. ખોદકામ કરી નાખ્યા બાદ હવે કયારે બનશે તે નક્કી નથી. ખોદકામ બાદ નવા ડામર રોડ બનાવવાની વાત તો દૂર રહી, યોગ્ય રીતે બૂરાણ કરીને પેચવર્ક કરી દેવામાં આવે તો પણ ઘણું છે તેવી લોકમાગણી ઉઠવા પામી છે

Comments

comments