મહાપાલિકાને વેરા વળતર યોજના હેઠળ ૬ દિવસમાં રૂા.૧૧.૧૩ કરોડની આવક

April 15, 2019 at 4:29 pm


રાજકોટ મહાપાલિકા દ્રારા તા.૯ને મંગળવારથી મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવામાં આવતા ૬ દિવસમાં રૂા.૧૧.૧૩ કરોડની આવક થયાનું જાણવા મળે છે. કુલ ૨૭,૫૨૨ કરદાતાઓએ વેરો ચૂકતે કરી દીધો છે.

વધુમાં મહાપાલિકાના ટેકસ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ અમીન માર્ગ સિવિક સેન્ટર ખાતે ૮૧૪, સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર ખાતે ૧૭૩૮, ઈસ્ટ ઝોન સિવિક સેન્ટર ખાતે ૭૯૮, આઈસીઆઈસીઆઈ બેન્ક ખાતે ૩૦૦, કોઠારિયા રોડ સિવિક સેન્ટર ખાતે ૫૪૪, કૃષ્ણનગર સિવિક સેન્ટર ખાતે ૬૬૬, પોસ્ટ ઓફિસ ખાતે ૧૩૪૫, વેસ્ટ ઝોન સિવિક સેન્ટર ખાતે ૧૧૬૩, તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસો ખાતે ૮૯૬૮ અને સૌથી વધુ વેબસાઈટના માધ્યમથી ૧૧,૧૮૬ મિલકત ધારકોએ વેરો ચૂકતે કર્યેા હતો

Comments

comments