મહાપાલિકામાં બિલ્ડર્સ ઉમટયા ODPSની સમીક્ષા કરતાં પાની

October 11, 2018 at 4:07 pm


રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ રૂમમાં આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આેનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમની સમીક્ષા માટે બિલ્ડર્સ અને ડેવલપર્સ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. આેડીપીએસમાં રહેલી વિસંગતતાઆે તેમજ બિલ્ડર્સને પડતી મુશ્કેલીઆે અંગે વિસ્તૃત

ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિક સ્તરેથી મળેલી જાણકારી મુજબના પ્રશ્નો શહેરી વિકાસ વિભાગના સચિવ મુકેશ પુરીને રવાના કરી જરૂરી સુધારા સુચવવામાં આવશે તેવી કમિશનરે બિલ્ડર્સને ખાતરી આપી હતી. વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આેડીપીએસની રાજ્ય સ્તરની બેઠક મળનાર છે તે પૂર્વે આજે સ્થાનિક સ્તરે બેઠક યોજવામાં આવી હતી.

વધુમાં આ અંગે મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આેડીપીએસમાં (1) વારંવાર સર્વર ડાઉન થઈ જવું (2) પ્રાેસેસ ખૂબ ધીમી થવી (3) પેમેન્ટ થઈ શકતાં નથી (4) તમામ પ્રક્રિયા નિયમાનુસાર કરાઈ હોવા છતાં પ્લાન પાસ ન થવા (5) અમુક કિસ્સામાં પ્રક્રિયા નિયમાનુસારની કરાઈ ન હોવા છતાં પ્લાન પાસ થઈ જવા સહિતની બાબતો તેમજ આેનલાઈન પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઆેને કારણે વચગાળાની રાહતરૂપે સરકાર દ્વારા પ્રસિÙ કરાયેલા પરિપત્ર અનુસાર એપ્લીકેશન અને કમ્પલીશન આેનલાઈન અપાશે પરંતુ ચકાસણીની પ્રક્રિયા આેફલાઈન થશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ તે પરિપત્રના અર્થઘટનમાં પણ વિસંગતતાઆે સજાર્વા લાગી હોવાનું બિલ્ડર લોબીએ મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું હતું.

આેડીપીએસ ઉપરાંત આ બેઠકમાં કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન રૂલ્સ-2016 અંતર્ગત ગાર્બેજનો નિકાલ કોઠારિયા ગામ નજીક પોલીસ સ્ટેશન પાસે આવેલી ખાણમાં તેમજ રિ»ગરોડ-2 ઉપર અટલ સરોવર નજીક કરવા માટે બિલ્ડર લોબીને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL