મહાપાલિકા આવતીકાલે 100 મિલકત કરશે સીલ

November 12, 2018 at 3:50 pm


રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા મિલકતવેરાના બાકીદારોનું હિટલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આવતીકાલે એક જ દિવસમાં ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ સહિતના ત્રણેય ઝોનમાં સવારથી ટેક્સ બ્રાન્ચની ટુકડીઆે ત્રાટકશે અને 100 મિલકતો સીલ કરશે તેમ જાણવા મળે છે. દિવાળીના તહેવારોની રજા બાદ આજે સવારથી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે કચેરી ખુલતાની સાથે જ પ્રથમ બે કલાકમાં રૂા.2.45 લાખની મિલકતવેરા આવક થઈ હતી. અલબત્ત, આજે સવારે થોડો સમય માટે ટેક્સ બ્રાન્ચના કોમ્પ્યુટરના સર્વર ઠપ્પ થઈ જતાં કરદાતાઆેને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
વધુમાં ટેક્સ બ્રાન્ચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ચાલું નાણાકીય વર્ષ 2018-19નો રૂા.255 કરોડની વેરાવસૂલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તંત્ર ઉંધા માથે થઈ ગયું છે અને નવેમ્બરથી તા.31 માર્ચ સુધી પાંચ મહિના લગાતાર વેરાવસૂલાત ઝુંબેશ ચાલે તો જ લક્ષ્યાંકપૂતિર્ થઈ શકે તેમ છે તેવો સ્પષ્ટ નિર્દેશ અધિકારી વર્તુળોએ આજે આપ્યો હતો. બાકીદારોને હવે ફક્ત માગણા નોટિસ જ નહી પરંતુ મિલકત સીલિંગ, મિલકત જપ્તી અને મિલકતોની જાહેર હરાજી કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે એકંદરે કાર્પેટ એરિયાબેઈઝ મિલકતવેરા આકારણીની પÙતિની અમલવારી શરૂ થઈ ત્યારથી મિલકતવેરો ઘટયો છે આમ છતાં બાકીદારો વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતાં હોય હવે કોઈ પણ ચરમબંધીની શેહ-શરમ કે ભલામણ રાખ્યા વિના વેરા વસૂલાત ઝુંબેશ ચાલું જ રહેશે. જાહેર હરાજીમાં મિલકતોના કોઈ ખરીદાર નહી મળે તો એસ્ટેટ શાખા દ્વારા ટોકનદરથી મિલકત ખરીદી લેવામાં આવશે અને તેનો કબજો સંભાળી લેવામાં આવશે.

Comments

comments

VOTING POLL