મહાપાલિકા હાઈ એલર્ટ: ૩૦૨૫નું સ્થળાંતર, ૩૦૦ હોડિગ્સ દૂર

June 12, 2019 at 4:56 pm


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છને આગામી ૨૪ કલાકમાં અતિ ભયંકર ‘વાયુ’ વાવાઝોડું ધમરોળે તેવી આગાહીને પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગઈકાલે રાતભર જાગીને ૨૧ રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાવી છે અને તમામ ૧૮ વોર્ડમાં ૧૮ ટીમોને ફિલ્ડમાં કાર્યરત રાખી છે. મહાપાલિકાના તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને આપાતકાલીન સ્થિતિને લઈ હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજી નદીકાંઠે જંગલેશ્ર્વરથી લઈ ભગવતીપરા સુધીના વિસ્તારો તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી આજે બપોર સુધીમાં ૩૦૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ આગોતરી તૈયારીના ભાગરૂપે એક લાખ ફડ પેકેટનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે.

વધુમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે ‘વાયુ’ વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૩૦૦ જેટલા જોખમી હોડિગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે. આઈ–વે પ્રોજેકટના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના માધ્યમથી સમગ્ર શહેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સંકલન સાધવામાં આવી રહ્યું છે. એફ.એમ.રેડિયોના માધ્યમથી શહેરીજનોને સતર્ક રહેવા સતત પ્રચાર–પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પીવાના પાણીનું વિતરણ સહિતની તમામ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. ત્રણેય ઝોનમાંથી લોકોના સ્થળાંતર માટે સિટી બસની વ્યવસ્થા રાખવામાં આવી છે. આજે બપોર સુધીમાં નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી ૩૦૨૫ લોકોનું સ્થળાંતર સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે અને ૧ લાખ ફડ પેકેટ તૈયાર રાખવામાં આવ્યા છે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૧૮ ટુકડીઓ કાર્યરત છે. તમામ સ્ટાફની રજાઓ રદ કરાઈ છે. આરોગ્ય કેન્દ્રોમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. શહેરમાં ચાલતી ૨૧ મોટી બાંધકામ સાઈટો તાત્કાલિક અસરથી બધં કરાવીને તેમાં કાર્યરત ૫૫૦ જેટલા મજૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈસ્ટઝોનમાં ૧૧૦૦, વેસ્ટઝોનમાં ૧૮૦૦ અને સેન્ટ્રલ ઝોનમાં ૧૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની આગાહીને પગલે મહાપાલિકાની તમામ આંગણવાડીઓ અને શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. વાવાઝોડું ફંકાય કે ભારે વરસાદ વરસે તેવી સ્થિતિમાં નળ, ગટર, લાઈટ સહિતની તમામ સુવિધાઓ કાર્યરત રહે તે માટે ૧૮ ટુકડીઓ ફિલ્ડમાં રખાઈ છે. વધુ લોકોનું સ્થળાંતર કરવું પડે તો તેઓને મહાપાલિકાની શાળાઓમાં આશરો આપી શકાય અને ભોજન આપી શકાય તે માટે ફડ પેકેટ તૈયાર રાખવામાં આવ્યા છે. મહાપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો સાથે સતત સંકલનમાં રહેવા અધિકારીઓ અને ઈજનેરોને સુચના આપી દેવામાં આવી છે

Comments

comments

VOTING POLL