મહામારી સ્વાઇન ફલૂનો ફૂંફાડો યથાવતઃ વધુ બે દર્દીનો ભોગ લેવાયો

January 18, 2019 at 4:10 pm


હાલ ગુજરાતભરમાં ઠંડીની ઋતુ આેછી થઈ છે ત્યારે સ્વાઈન ફલૂએ તેનો ફૂંફાડો યથાવત રાખ્યો હોય તેમ આજે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં વધુ બે દદ} સ્વાઈન ફલૂએ ભરડામાં લેતાં હોસ્પિટલના બિછાને મૃત્યુ થયું હોવાનું જાણવા મýયું છે. આ બનાવથી ભયનો માહોલ પ્રસરી ગયો છે.
આરોગ્ય તંત્રમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ સ્વાઈન ફલૂ વોર્ડમાં 11 દદ} પોઝિટિવ અને બે શંકાસ્પદ કેસ નાેંધાયા છે ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં રહેલા જૂનાગઢ પંથકના 51 વર્ષિય પ્રાૈઢે હોસ્પિટલના બિછાને અંતિમશ્વાસ લેતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 7 નાેંધાયો છે. 17 દિવસમાં કુલ 46 કેસ પોઝિટિવ નાેંધાયા છે જેમાં રાજકોટ રૂરલના 13 કેસ અને 2 મૃત્યુ તથા મહાનગરપાલિકા વિસ્તારમાં 14 કેસ અને બે મૃત્યુ તથા જિલ્લામાં 19 કેસ અને 2 મૃત્યુ સ્વાઈન ફલૂના કારણે થયું હોવાનું સરકારી ચોપડે નાેંધાયું છે.
જૂનાગઢના પ્રાૈઢે આજે સવારે ખાનગી હોસ્પિટલમાં અંતિમશ્વાસ લેતાં મૃત્યુઆંક 7 થયો છે. પ્રાૈઢના મોતથી પરિવારમાં ઘેરોશોક વ્યાપી ગયો છે.
બપોર બાદ વધુ એક જૂનાગઢ પંથકના વૃધ્ધનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું જાણવા મýયું છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા 64 વર્ષિય વૃધ્ધાને સ્વાઈન ફલુની મહામારી બિમારી લાગુ પડતા તેઆેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કર્યા બાદ વૃધ્ધાએ આજે સવારે 11.30 વાગ્યે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં અને એક દિવસમાં સ્વાઈન ફલુએ બબ્બે વ્યકિતઆેનો ભોગ લેતાં મહામારી સ્વાઈન ફલુના કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.

Comments

comments

VOTING POLL