મહારાષ્ટ્રના વિકાસ માટે નાણા જોશે અને કેન્દ્ર સાથે ઉÙવે સંધર્ષ પણ કરવો પડશે

November 30, 2019 at 12:18 pm


Spread the love

મહારાષ્ટ્રમાં ઉÙવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ સામે ભાર એટલા બધા છે કે તેને વેંઢારવામાં આંખે અંધારા આવી જાય એવી િસ્થતી છે. સાથાે સાથ રાજકીય મજબુરીઆે પણ ઘણી છે. એનસીપી અને કાેંગ્રેસ બંન્ને દરેક નિર્ણયમાં પોતાની દરમ્યાનગીરી માગશે અને ઉÙવ ઠાકરે સ્વતંત્રરીતે કામગીરી કરી શકે તેવી કોઈ શકયતા દેખાતી નથી. ઉÙવ ઠાકરેની જુની માગણી એવી પણ રહી છે કે વિર સાવરકરને ભારત રત્ન આપવામાં આવે. આ માંગણીની આડે હવે એનસીપી અને કાેંગ્રેસનો મોટો અવરોધ આવીને ઉભો છે. ઉÙવ ઠાકરે હવે ખોટી જીદ પણ કરી શકે એમ નથી. ઉÙવ કદાચ અનુભવના અભાવની એરણ પર પાર પડે. શરદ પવારના હાથમાં મનાતા તથાકથિત રિમોટ કન્ટ્રાેલ સાથે તાદાત્મ્ય જાળવી શકે અને કાેંગ્રેસ સાથેય મનમેળ સાધી શકે એવું ધારી લઈએ પણ આ મહાવિકાસ આઘાડી સરકાર સમક્ષ અનેક મોટા પડકાર છે. આ તોફાનમાં ત્રણેય મુખ્ય સાથી પક્ષોએ એક જ દિશામાં હંકારવું પડશે. તેમણે પોતપોતાના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનનામા છે જેને આધારે કોમન મિનિમમ પ્રાેગ્રામ ઝડપભેર જાહેર કરી દેવાયો એ આવકાર્ય છે.
બે રોજગારોને રોજીરોટી આપવા અને ગરીબોને પોસાય તેવા ભાવે આરોગ્યની સેવા મળે તેવો પડકાર નવી સરકારની સામે રહેશે. ઉÙવ ઠાકરે સરકાર ગંભીરપણે સqક્રય થઈને વચનો પૂરાં કરવાં જશે તો એવરેસ્ટ જેવડા અવરોધો સામે આવવાના જ. સૌથી વિકટ બાબત છે ખેડૂતોની સંપૂર્ણ કર્જ માફી. સેના, કાેંગ્રેસ અને એન.સી.પી. પણ આ વચન મતદારોને આપી ચૂક્યા છે. ભાજપ વિરોધ પક્ષે હતો ત્યારે તેણેય ખેડૂતોને વહાલા થવા આવી માગણી કરી જ હતી, પરંતુ જગતના તાતના તમામ ઋણ માફ કરવા એટલે 55 હજાર કરોડનું ગાબડું સરકારી તિજોરી પર. આ નાનીસૂની રકમ નથી, રાજ્યની વાર્ષિક યોજનાના કદથીય મોટી છે.
ચૂંટણી ઢંઢેરામાં ભાજપ અને શિવ સેના બન્નેએ કેટલાક મોટા મોટા વચનો કરી નાખ્યા હતા અને હવે તેને પુરા કરવાની જવાબદારી ઉÙવ ઠાકરે માથે આવી પડી છે. બન્ને પક્ષો એક સાથે મળીને ચૂંટણી લડયા હતા અને હવે પરિણામ બાદ બન્ને અલગ થયા છે ત્યારે ચૂંટણી ઢંઢેરાના વચનો પુરા કરવાનો મોટો પડકાર પણ સામે આવીને ઉભો છે. સાથાે સાથ બિન સાંપ્રદાયિકતાના મુદ્દા પર ઉÙવ ઠાકરેએ સમજુતી મને કમને કરવી પડશે. અત્યાર સુધી બિન સાંપ્રદાયિક શકિતઆેને શિવસેનાએ ગાળો દીધી છે અને હવે આવી શિક્તઆેને સાથે રાખીને કામ કરવાનું છે. ચૂંટણીના જોશમાં તો મતદારોને લલચાવવાની મમતમાં રાજકારણીઆે સાચાં – ખોટાં – મોટાં વચનો આપતા ફરે છે, પણ પછી ભૂલી જાય. જો સત્તા મળી અને વચનોનો અમલ કરવા જાય તો પરસેવો વળે અને છતાં જીદ કરીને વચન પાળે તો રાજ્યના અર્થતંત્રની ઘોર ખોદાઈ જાય.
મહારાષ્ટ્રની આિથર્ક િસ્થતી અત્યંત ખરાબ છે તે વાતની ખબર હવે રહી રહીને બધાને મળી છે. મહારાષ્ટ્રની તીજોરી લગભગ ખાલી થવા આવી છે. વિકાસના કામતો બાજુ પર રહયા પરંતુ જે ચાલુ પ્રાેજેકટ છે તેને પુરા કરવા માટે પણ નાણાની વ્યવસ્થા કરવી પડશે. મહારાષ્ટ્ર પર ઘણું ભારે દેવું છે. સાથોસાથ જી.એસ.ટી.ની આવકમાં ઘસારો વતાર્ય છે. આવા સમયે 55 હજાર કરોડનો ગોબો પૂરવો ક્યાંથીં અને ભૂતકાળમાં ખેડૂતોની લોન માફી માટે ભાજપે કાગારોળ મચાવીને મનમોહન સિંહ સરકારને 72 હજાર કરોડ રુપિયાની માફીની જાહેરાત કરાવી હતી પણ ખરેખર ખેડૂતોને કેટલો ફાયદો થયો હતો!
આ ઉપરાંત શિવસેનાએ રુા. 10/-માં જમવાની થાળી આપવાનું વચન પીરસ્યું છે. આમાં થાળીમાં શું અને કેટલું આવે એ સ્પષ્ટ નથી કરાયું, પણ બે-ચાર રોટલી કે ભાખરી સાથે શાક, દાળ અને ભાત હોવાની ધારણા રાખી શકાય. આ બધુ રુ. 10/-માં પરવડવાનું ખરુંં માની લઈએ કે સરકાર આર્થિક વ્યવસ્થાને પહાેંચી વળે તો પણ બે ટાઈમ રુ. 10 – 10/-ની થાળીની વિતરણ વ્યવસ્થા થઈ શકેં આ ઉપરાંત સાવ મફત શિક્ષણ પૂરું પાડવા અને 500 ચોરસ ફૂટથી નાના ઘરના પ્રાેપર્ટી ટેક્સ માફ કરવા સહિતનાં વચનો સાકાર કરવા માટે તોતિંગ રકમની જરુર પડવાની.
આ વચનોને પૂરા કરવાના ગંભીર પ્રયત્નો થાય કે ન થાય, નિતનવી સમસ્યાઆેના ઉકેલ પર ધ્યાન આપવું પડશે. ઉÙવ ઠાકરેએ મુખ્ય ત્રણ સાથી ઉપરાંતના સમર્થક પક્ષોને રાજી રાખવા પડશે, જે આસાન નહી હોય. આ સિવાય વિધાનસભામાં 105 માથાવાળો ભાજપ છે. એ જૂના મિત્રમાંથી નવો રાજકીય શત્રુ બન્યાે છે એટલે ઠાકરે સરકારને ભીસમાં લેવા ઉમળકાભેર તત્પર રહેશે એમાં બેમત નથી.
ફકત મુખ્éમંત્રી બનવાથી મોટાભા થઈ જવાતુ નથી પરંતુ આ બોજો
ખભા પર લીધા બાદ અસરકારક અને પરિણામ દાયક કામગીરી બતાવવી પડે છે. મહારાષ્ટ્રના વહીવટી તંત્રમાં અને અધિકારીઆેના કાફલામાં ઉÙવ ઠાકરેએ પોતાના વિશ્વાસુ અધિકારીઆેની એક ટીમ બનાવવી પડશે અને તેમા એનસીપી તથા કાેંગ્રેસનો સહકાર પણ માગવો
પડશે.
વહિવટી તંત્ર મહારાષ્ટ્રના સામાનય અને ગરીબ વર્ગ માટે અસરકારક કામગીરી કરે તેવુ મિકેનીઝમ ઠાકરેએ ઉભુ કરવુ પડશે. વિરોધ પક્ષઅને ખાસ કરીને ભાજપ ઠાકરેના એક એક પગલા પર નજર રાખશે. એમની ભુલોને મોટી કરીને બતાવવામાં આવશે. ટૂંકમાં રાજકીય સંઘર્સ ચાલુ જ રહેવાનો છે તેમા કોઈ શંકા નથી.