મહારાષ્ટ્રની નાંદેડ બેઠક ઉપર કોંગ્રેસના અશોક ચવ્હાણ વિરુદ્ધ ‘મિક્સ’ ઉમેદવાર પ્રતાપ ચિખલીકર

April 15, 2019 at 10:18 am


કોંગ્રેસના ગઢ તરીકે જાણીથી મહારાષ્ટ્રની નાંદેડ સીટ ઉપર ભાજપે ગાબડું પાડવા માટે કમર કસી લીધી છે. અહીંથી કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ મેદાનમાં છે. ચવ્હાણનો મુકાબલો ભાજપ્ના પ્રતાપ ચીખલીકર સાથે છે જે અત્યારે લાતૂર જિલ્લાના લોહાથી ધારાસભ્ય છે.
નાંદેડ મરાઠાવાડ ક્ષેત્રમાં આવેલું છે અને આ એ બે સીટમાંથીએક છે જેના ઉપર કોંગ્રેસે 2014માં જીત હાંસલ કરી હતી. ત્યારે આ રાજ્યની કુલ 48 સીટમાંથી કોંગ્રેસ માત્ર બે જ બેઠકો જીતી શકી હતી. ચવ્હાણ નાંદેડના હાલના સાંસદ છે. ચવ્હાણ અને ચીખલીકર બન્ને જ મરાઠા સમૂદાયમાંથી આવે છે અને મતદારોને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે.

ચિખલીકરે જણાવ્યું કે ભાગ્યવશ ગણો કે દૂભર્ગ્યિવશ ગણો હં તમામ મુખ્ય પક્ષોનો ભાગ રહ્યો છું. આ પક્ષોમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે. ચિખલીકર 1995થી 2004 વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે 2004માં ચવ્હાણ સાથે મતભેદને કારણે તેમણે પક્ષ છોડી દીધો હતો અને અપક્ષ ચૂંટણી લડી હતી. આ દરમિયાન રાજ્યમાં કોંગ્રેસે વિલાસરાવ દેશમુખ સરકારને સમર્થન આપ્યુંહતું. જો કે 2009માં તેઓ ચૂંટણી હારી ગયા અને ત્યારપછી એનસીપીમાં સામેલ થઈ ગયા છે. આ પછી 2014માં ચિખલીકર લોહા વિધાનસભા સીટ પરથી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડયા છે. હાલમાં જ ચિખલીકર ભાજપ સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે ભાજપે તેમને ચવ્હાણ વિરુદ્ધ મેદાનમાં એટલા માટે ઉતાયર્િ છે કેમ કે તે જમીન સ્તરના કાર્યકતર્િ છે અને હંમેશા લોકો માટે ઉપલબ્ધ રહે છે. તેમણે ચવ્હાણ પર ક્ષેત્રના વિકાસનું કામ ન કરવાનો આરોપ પણ મુક્યો હતો.
પ્રતાપ ચિખલીકરે જણાવ્યું કે જ્યારે ચવ્હાણ મુખ્યમંત્રી હતા તો નાંદેડને તેનાથી કોઈ ફાયદો થયો નહોતો. અહીં કોઈ નવો ઉદ્યોગ સ્થાપિત થયો નહોતો. પાછલા પાંચ વર્ષમાં તેમનું પ્રદર્શન ઝીરો રહ્યું હતું. ચિખલીકરે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી અને ભાજપ્ના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ નાંદેડમાં અનેક વિકાસકાર્યો કયર્િ છે. જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી વર્તમાન રાજ્ય સરકારે 45 કરોડ પિયાના જળ ભંડારણ યોજનાને પણ મંજૂરી આપી છે. બીજી બાજુ ચવ્હાણના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય પી.સાવંતે આ આરોપ્ને ફગાવ્યા હતા.

Comments

comments

VOTING POLL