મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતા લોકોને તાપથી રાહત

April 15, 2019 at 10:20 am


ચાલીસને પાર કરી ગયેલા પારા અને આગ ઓકતી ગરમીની વચ્ચે પશ્ચિમ મહારાષ્ટ્રના સોલાપુર, પુણે, સાંગલી, સાતારા અને કોલ્હાપુર જિલ્લામાં શનિવારે કરા સાથે વરસાદ પડતા લોકોને અકળાવનારા ઉકળાટથી રાહત તો મળી હતી, પણ બીજી તરફ આ કમોસમી વરસાદને કારણે દ્રાક્ષ અને અન્ય ફળોને નુકસાન પહોંચ્યું છે. આગામી બે દિવસોમાં વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં વાદળિયા વાતાવરણ અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગત પંદર દિવસથી રાજ્યમાં પારો બેફામ વધ્યો છે. વીજળીના કડકડાટી વચ્ચે કોલ્હાપુર શહેર અને જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો. સાંગલી શહેર સહિત જિલ્લાના વિવિધ ભાગોમાં પણ વરસાદે જોરદાર એન્ટ્રી મારી હતી. અનેક ઠેકાણે ઠંડો પવન અને કરા સાથે જોરદાર વરસાદ પડયો હતો. શિરાળા, વાળવા, તાસગાવ તાલુકામાં પણ કરા સાથે વરસાદે હાજરી પુરાવી હતી. દુષ્કાળ ગ્રસ્ત તાલુકામાં વાદળીયું વાતાવરણ છવાયું હતું.
સાતારામાં શહેર સહિત શહેરના પિૃમ વિસ્તારોમાં મેઘગર્જના સહિત વરસાદનું આગમન થયું હતું. કાસ પરિસરમાં મોટા પ્રમાણમાં કરા પડયા હતા.. પુણે શહેર, પિંપરી-ચિંચવડ અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે હળવો વરસાદ પડ્યો હતો. બારામતીમાં સુપા ખાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સભા શરૂ થતાં જ મેઘગર્જના સાથે વરસાદ પડયો હતો. સોલાપુર શહેર અને જિલ્લામાં મેઘ ગર્જના સહિત વરસાદની શરૃઆત થઈ હતી. સાંજથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. વહેલી સવાર સુધી 1.6 મી.મી. વરસાદની નોંધ થઈ હતી. સાંજે કોલ્હાપુર અને મહાબળેશ્વર ખાતે 1 અને સાતારા ખાતે 3 મી.મી. વરસાદની નોંધ થઈ હતી.

Comments

comments

VOTING POLL