મહારાષ્ટ્રમાં રાજકીય નાટક ચાલે છે તેમ કહેવું એ રંગમંચનું અપમાન છે

November 25, 2019 at 11:33 am


Spread the love

અત્યારે જે નેતાઆે ખુરશી માટે ખેંચતાણ કરી રહ્યા છે તે બધા મૂળ તો સેવાના ભેખધારી છે.શરદ પવાર દાયકાઆેથી દેશસેવા કરી રહ્યા છે અને ઉધ્ધવ ઠાકરેને તો સેવા ગળથુથીમાં મળી છે. ભાજપના નેતાઆે તો દેશભક્ત જ છે અને મોદી-શાહની જોડીનો તેમાં જોટો જડે તેમ નથી.અને કાેંગ્રેસની તો સ્થાપના જ દેશવાસીઆે સેવા માટે થઈ છે અને નહેરુથી લઈને રાહુલ સુધીના ગાંધી પરિવારે અનેક ઉદાહરણ આપ્યા છે.અત્યારે મુંબઈની હોટેલોમાં જે રીતે ધારાસભ્યોની દોડાદોડી થઇ રહી છે તે કાંઈ ભાજપ-અજિતથી બચવા માટે નહી પરંતુ લોકસેવાના કાર્યો વધુ સારી રીતે કેવી રીતે થઇ શકે અને લોકોને ફાઈવસ્ટાર હોટેલ જેવા રહેઠાણ કેવી રીતે આપી શકાય તેનો અભ્યાસ કરવા માટે બધા હોટેલે હોટેલે ફરે છે. તેઆેની નસ નસમાં સેવાઆે દોડી રહી છે અને તેમને સત્તા લાલચુ કહેવા બિલકુલ ખોટું છે.અખબારો અને ટીવીમાં પણ ખોટી કાગારોળ આવે છે. કોઈએ કહ્યું કે બંધારણની મશ્કરી કરવામાં આવી રહી છે અને કોઈએ કહ્યું કે જનાદેશ આવો જ છે.આવી કાગારોળ વચ્ચે નરેન્દ્ર મોદીનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે એવું કહી રહ્યા છે કે, યુધ્ધ જીતવા માટે વિભીષણનો સહારો લેવો પડે. મોદીની વાત એકદમ સાચી છે કારણ કે વિભીષણનો ટેકો તો ખુદ રામ ભગવાને રાવણને હરાવવા માટે લીધો હતો..જ્યારે આ તો રામ ભક્ત છે.વિભીષણ જ શું કામ, મેળ ખાય તો કુંભકર્ણ, મંદોદરી, શુર્પણખા અને કૂંભીનીનો ટેકો પણ લઈ શકે છે..બસ સેવા થવી જોઈએ..આ મામલામાં ભાજપે અજિત (સારા શહર મુજે લોયન કે નામવાળા નહી) પવારનો ટેકો લીધો છે.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી અને બંનેના ગઠબંધનને બહુમતી પણ મળી ગઈ હતી. જોકે, પરિણામ આવ્યા બાદ ખરેખરો સત્તાનો ખેલ શરુ થયો, શિવસેનાએ ભાજપને એકલા હાથે બહુમતી ન મળવાને કારણે મુખ્યમંત્રી પદની માગણી કરી અને બસ ત્યારથી આખુ ચક્કર ફર્યું.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બનશે તો શિવસેનાના જ. બીજી તરફ ભાજપ શિવસેનાને મુખ્ય મંત્રી પદ કોઈ પણ સંજોગોમાં આપવા માટે તૈયાર ન હતો. શિવસેનાએ એવું કહ્યું કે અમિત શાહ સાથે ચૂંટણી પહેલાં થયેલી વાતચીત મુજબ 50-50ની ફોમ્યૂર્લાનો અમલ થાય. ભાજપ આ મામલે રાજી થયો નહી.મીડિયામાં એવા પણ અહેવાલો આવ્યા હતા કે અઢી-અઢી વર્ષ સુધી બંને પક્ષો મુખ્ય મંત્રી પદ ભોગવે એવી માગ પણ શિવસેના દ્વારા કરાઈ હતી.શિવસેના તો એવું પણ કહે છે કે, મહારાષ્ટ્રમાં નાટક ચાલે છે તેમ કહેવું એ રંગમંચનું અપમાન છે.આ વચ્ચે રાજ્યપાલે ભાજપને સૌથી મોટો પક્ષ હોવાથી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું. જોકે, ભાજપે પોતાની પાસે બહુમત ના હોવાથી રાજ્યપાલને સરકાર બનાવવાની ના પાડી દીધી.શિવસેનાએ એવો આરોપ લગાવ્યો કે ભાજપે રાજ્યપાલને ના પાડતા પહેલાં તેની સાથે વાત પણ ના કરી.આમ બેય પક્ષ નાની નાની વાતમાં એકબીજાનો વાંક કાઢવા લાગ્યા.શિવસેના સાથે વિવાદ થયા પછી ભાજપે ગુપચુપ રીતે અજિત પવારને સાધી લીધા.એનસીપીમાં ભાગલા ના બીજ રોપ્યા.હવે એ તૂટતી જશે..
શિવસેનાને હિન્દુવાદીને બદલે તકવાદી સાબિત કરી,તેની નકલી હિન્દુવાદી છબી ધૂળ માં મેળવી ફક્ત સત્તા લાલચુ પાર્ટી તરીકેની છાપ પ્રજા માં પૂર્ણ રીતે સ્થાપિત કરી દીધી.હવે એ વીસ પચીસ સીટ પણ નહી લાવી શકે ..ભાજપની અસલી દુશ્મન કાેંગ્રેસ નથી પણ શિવસેના, નીતીશ,પાસવાન, કેજરીવાલ. મમતા, પટનાયક જેવા સત્તા લાલચી લુચ્ચા પ્રાણીઆેની એન્ટી કાેંગ્રેસ ગણાતી પાર્ટીઆે ભાજપના અસલી દુશ્મનો છે.આ એ લોકોનું લીસ્ટ છે જે ભાજપની હોવી જોઈએ એ અપર કે જમણેરી વોટબેંક પર લોકોની આંખમાં કાેંગ્રેસ વિરોધની જુઠી વાતોની ધૂળ નાખી એ વોટ બેંક પર કબજો નાખીને બેઠા છે.. ભાજપ અત્યારે સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા ઉપર છે અને યાદ કરી કરીને બદલો લ્યે છે.ભાજપના નેતાઆે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ બધું અમે કાેંગ્રેસ પાસેથી જ શિખ્યા છીએ.મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નાટકીય રીતે લાદવામાં આવ્યું અને તેનાથી પણ વધુ નાટકીય રીતે ઉઠાવી લેવામાં આવ્યું છે.
આમ તો દેશનાં અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધી કુલ 125 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે.પણ મહારાષ્ટ્રમાં આ પહેલાં માત્ર બે વાર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું છે. આ ત્રીજી વખત એવું બન્યું છે કે મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવ્યું હોય.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વહેલી સવારે રાષ્ટ્રપતિશાસન ઉઠાવવાની ગૃહ મંત્રાલયની ભલામણ પર મત્તુ મારીને દેશનાં લોકોને આશ્ચર્ય સાથે આઘાત આપી દીધો હતો રાષ્ટ્રપતિ આ દેશના બંધારણીય વડા છે ને આ દેશના હિતમાં હોય તેવો નિર્ણય અડધી રાત્રે લેવો પડે તો એ પણ તેમણે લેવો જ જોઈએ પણ એક રાજ્યમાંથી રાષ્ટ્રપતિશાસન ઉઠાવી લેવાનો નિર્ણય ચોક્કસ એવો નથી. ગૃહ મંત્રાલયમાંથી એક જાહેરનામું આવે ને રાષ્ટ્રપતિ સવારના પહોરમાં ઊઠીને તેના પર મતું મારે એ ઘટના શરમજનક કહેવાય. રામનાથ કોવિંદ બે-ચાર કલાક રાહ જોઈ શક્યા હોત ને તેમાં આભ તૂટી પડવાનું નહોતું. કમનસીબે રાષ્ટ્રપતિએ એવું ના કર્યું. એ આ દેશના રાષ્ટ્રપતિ તરીકે વર્તવાના બદલે ભાજપના રાષ્ટ્રપતિ હોય એ રીતે વત્ર્યા તેવો આક્ષેપ પણ થઇ રહ્યાે છે. ઈિન્દરા ગાંધીએ કટોકટી લાદી એ વખતે ફખરુદ્દીન અલી અહમદ રાષ્ટ્રપતિ હતા. ઈિન્દરાએ મોકલેલા કટોકટીના જાહેરનામા પર તેમણે અડધી રાતે સહી કરી હતી. આ ઘટનામાં ને એ ઘટનામાં કોઈ ફરક નથી.ખેર, આપણે ત્યાં આ બધી વાતોની નવાઈ નથી. બધા રાજકીય પક્ષો આ રીતે વર્તે છે ને Kચા હોદ્દા પર બેઠેલા લોકો હોદ્દાના ગૌરવની પરવા કર્યા વિના વર્તે છે.ટૂંકમાં દેશમાં વારા પછી વારો, તારા પછી મારો તેવી રાજનીતિ ચાલી રહી છે.