મહારાષ્ટ્ર અને કણાર્ટકની પેટર્ન પર ગુજરાતમાં રિ-ડેવલપમેન્ટ પોલિસી લાવવા હિલચાલ

August 29, 2018 at 11:23 am


રાજ્યમાં ભારે વરસાદથી, વાવાઝોડાથી તથા ભૂકંપ જેવી ઘટનાઆેમાં તથા કેટલાક કિસ્સાઆેમાં તો નબળા બાંધકામને લીધે મકાનો ધરાશાયી થવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યાે છે. તાજેતરમાં અમદાવાદના આેઢવ વિસ્તારમાં આવેલા ઇિન્દરા વસાહત નામના ચાર માળના ફ્લેટના બે બ્લોક તૂટી પાડવાની ઘટનાને પગલે ફરી રાજ્યમાં રિ-ડેવલોપમેન્ટ પોલિસી લાવવાની માંગ ઉઠી છે.

રાજ્ય સરકાર દ્વારા આ બિલ્ડીગ હોનારતની ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ,રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં જ્યાં જ્યાં વર્ષો જુના અને જર્જરિત મકાનો આવેલા છે તે પૈકી ભયજનક મકાનો ખાલી કરવા સ્થાનિક મુનિ. તંત્ર તરફથી મોટા પાયે નોટિસો અપાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જે લોકોના મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે તેમને ક્યાં વસાવવા તે સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન હોવાથી રાજ્ય સરકારે ફરી રિ-ડેવલોપમેન્ટ પોલિસીની જૂની ફાઈલો ફંફોસવાનું શરુ કરી દીધું છે અને સરકારી સૂત્રોના દાવા પ્રમાણે મહારાષ્ટ્ર અને કણાર્ટકમાં આ પ્રકારની પોલીસીનો સુચારુ રીતે અમલ થઇ રહ્યાે હોવાથી પ્રજા તેને હર્ષભેર અનુમોદન આપી રહી છે. પરિણામે ગુજરાત સરકારે પણ આ બંને રાજ્યોની પોલિસી પ્રમાણે જ નવા નિયમો બનાવી જર્જરિત થયા હોય તેવા મકાનોની યાદી તૈયાર કરી ત્યાં નવા મકાનો બાંધવા ખાનગી ડેવલોપર્સ સાથે કારક કરવાની દિશામા વિચારણા શરુ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જે સ્થળ, સોસાયટી કે અન્ય સ્થળે નવા મકાનો બાંધીને માલિકો કે કબ્જેદારોને આપવાનું આયોજન થઇ રહ્યું છે તેમાં જુના મકાનોના હયાત બાંધકામની જગ્યાએ નવા બાંધકામમાં વધુ ક્ષેત્રફળ મળશે. એટલેકે 40 વારનો ફ્લેટ ધરાવતા મકાન માલિક કે કબજેદારને 60 વર્ણો ફ્લેટ અપાશે.

જયારે ડેવલોપર્સને વધુ એફએસઆઇનો લાભ આપી તે સ્થળ પર રહેણાંક મકાનો બાંધી વધારાના એફએસઆઇનો કોમશિર્યલ બાંધકામ કરી નફો રળી શકશે. રિ-ડેવલોપમેન્ટ પોલિસી માટે હાલમાં જે પ્રશ્ન સરકારને નદી રહ્યાે છે તેમાં સોસાયટીનું રિ-ડેવલોપમેન્ટ કરવા 70 ટકા કબજેદારોની મંજૂરી જોઈએ કે માત્ર 60 ટકા કબજેદારોની મંજૂરી લેવી જોઈએ તે મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય લેવાઈ શકાયો નથી જેના કારણે રિ-ડેવલોપમેન્ટ પોલિસી હજુ હવામાંજ લટકી રહી છે.

સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે સહુ પ્રથમ રાજ્યમાં આવેલા સ્લમ િક્લરિયન્સ બોર્ડના મકાનો તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનો તોડી નવા મકાનો બાંધવા રિ-ડેવલોપમેન્ટ પોલિસીનો અમલ કરશે ત્યાર બાદ ક્રમશઃ ખાનગી સોસાયટીઆે, ફ્લેટો સહીત અન્ય જગ્યાએ આ પોલિસી મુજબ જ નવનિમાર્ણ કરવામાં આવશે.

વર્ષ 2013માં જયારે મહારાષ્ટ્રમાં રિ-ડેવલોપમેન્ટ પોલિસીનો અમલ શરુ થયો અને સમગ્ર દેશમાં તેની પ્રશંસા થવા લાગી ત્યારે ગુજરાત સરકારે પણ ત્યારના શહેરી વિકાસ સચિવ મોના કંધારને મહારાષ્ટ્ર મોકલી આ પોલીસીનો અભ્યાસ કરવા તથા વિગતવાર અહેવાલ તૈયાર કરવાની સૂચના આપી હતી. મોના કંધારે મહારાષ્ટ્રની રિ-ડેવલોપમેન્ટ પોલિસીનો Kડાણપૂર્વક અભ્યાસ કરી એક દળદાર રિપોર્ટ ડ્રાãટના સ્વરુપે સરકાર સમક્ષ રજુ કર્યો હતો પરંતુ રિ-ડેવલોપમેન્ટ માટે 70 ટકા કબજેદારોની મંજૂરી લેવી કે 60 ટકાની તે મુદ્દે આ ડ્રાãટ અનિણિર્ત દશામાં આનંદીબેન પટેલના ટેબલ પર પડéાે રહ્યાે હતો. હવે જયારે રાજ્યભરમાં જુના અને જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઆેમાં જાનહાની પણ થવા લાગી છે ત્યારે રાજ્ય સરકારે આળશ ખંખેરી રાજ્યમાં રિ-ડેવલોપમેન્ટ પોલિસીના આધારે જુના મકાનો તોડી પાડી મૂળ કબજેદારો કે માલિકોને નવા મકાનો બાંધી આપવાની દિશામાં નક્કર કદમ ઉઠાવ્યું છે અને મહારાષ્ટ્ર તથા કણાર્ટકમાં હાલમાં અમલ થઇ રહેલી રિ-ડેવલોપમેન્ટ પોલિસીના આધારે જ ગુજરાતમાં નવી પોલિસી તૈયાર કરવા તંત્રને સૂચના આપી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રિ-ડેવલોપમેન્ટ પોલિસીમાં સરકાર અને બિલ્ડર લોબીની સાઠગાંઠના પણ ગંભીર આક્ષેપો થવાની પુરેપુરી શક્યતા રહી છે પરંતુ મુખ્યમંત્રી જાતેજ આ પોલિસી અંગે વ્યિક્તગત રસ લઇ લાખો ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની જિંદગી બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા હોવાથી પક્ષ અને કેન્દ્રનું તેમને પૂરું પીઠબળ મળી રહ્યું છે

Comments

comments

VOTING POLL