મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન તરફ!

November 8, 2019 at 10:40 am


Spread the love

મહારાષ્ટ્રમાં જોવા મળતી રાજકીય અસ્થિરતા અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા આજે જો કોઈ નિર્ણય ન આવે તો રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી શક્યતાઆે રાજકીય પક્ષો દ્વારા દશાર્વવામાં આવી રહી છે. 105 બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવનાર ભાજપે હજુ સુધી સત્તાનો દાવો કર્યો નથી. બીજી બાજુ ભાજપના મિત્રપક્ષ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની માગ સાથે કોઈ સમાધાન ન કરવાની ભૂમિકા લેતા મહાયુતિની સત્તા રચવાની સંભાવના ઝાંખી થતી જાય છે. શિવસેનાએ પણ કાેંગ્રેસ-એનસીપીની મદદથી સત્તાના દાવાનો કોઈ સંકેત આપ્યો નથી ત્યારે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જઈ રહ્યું હોવાનું જણાય છે. આ અંગે કાેંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે જો આજે સાંજ સુધીમાં સત્તા રચવાનો દાવો નહી થાય તો રાષ્ટ્રપતિ શાસનની પૂરી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલે આ અંગે નક્કર નિર્ણય કરવો જોઈએ. જોકે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ન આવતા સ્થિર સરકાર બને, તેવો આગ્રહ તેમણે રાખ્યો હતો.

બીજી બાજુ કાેંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના પંદર દિવસ બાદ પણ ભાજપ અને શિવસેનાએ સત્તા સ્થાપવા અંગે કોઈ રસ દાખવ્યો નથી. ભાજપ અને શિવસેનાના પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યા હોવા છતાં રાજ્યપાલે પહેલા અને બીજા ક્રમાંકે આવનારા પક્ષોને સત્તા સ્થાપવા આમંત્રણ આપ્યું નથી ત્યારે રાજ્યપાલ કોના દબાણ હેઠળ છે, તેવો સવાલ કરતા તેમણે ભાજપ તરફ ઈશારો કર્યો હતો. બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન આવશે તો તે માટે ભાજપ જવાબદાર હશે, તેમ જણાવ્યું હતું. ભાજપના નેતાઆેએ રાજ્યપાલ સમક્ષ સત્તા સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો જ નથી. તેઆે ખોટો વિલંબ કરી રહી છે જેથી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જાય. જો તેમણે દાવો ન કરવો હોય તો જાહેર કરવું જોઈએ, આથી સેના આગળ વધે, તેમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન રાજ્યપાલે મહારાષ્ટ્રના એટન} જનરલ આશુતોષ કુંભાકોનીને રાજભવન બોલાવ્યા હતા અને આગળના પગલાં અંગે કાયદાકીય જોગવાઈઆે અંગે વાતચીત કરી હતી. જો કોઈ પણ સત્તા સ્થાપવાનો દાવો ન કરે તે શનિવારે વર્તમાન મુખ્ય પ્રધાનને કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકેની થોડી વધારે મુદ્ત મળે તેવી શક્યતાઆે છે. વિધાનમંડળના ભૂતપૂર્વ સેક્રેટરી અનંત કોલસેએ જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ સામે ન આવે તો રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સત્તા સ્થાપવા આમંત્રણ આપી શકે, જો તેઆે અક્ષમતા દશાર્વે તો બીજા ક્રમાંકે આવેલા પક્ષને આમંત્રણ આપી શકે. જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિધાનમંડળનું સત્ર બોલાવી શકાય નહી. નવી સરકાર પ્રસ્તાવ મૂકે તે બાદ રાજ્યપાલ વિધાનસભાનું નવું સત્ર બોલાવે, જેમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો શપથ લે, તેવી પ્રqક્રયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંધારણમાં કાર્યવાહક સરકારની કોઈ જોગવાઈ નથી, પરંતુ કેન્દ્રમાં પણ આ વિકલ્પ અમલમાં મૂક્યો હોવાના દાખલાઆે છે. જો આવી સરકાર બને તો પણ નવી સરકારની શપથવિધિ ટૂકં સમયમાં થવી જોઈએ, તેમ તેમણે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ઉમેર્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ એડ્વોકેટ જનરલ શ્રીહરિ એનેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન સુધી પહાેંચવા પહેલા ઘણાં વિકલ્પો અને પ્રqક્રયાઆે છે. નવમી સુધીમાં નવી સરકાર બની જ જવી જોઈએ, તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી.
રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો માહોલ જોતા આજનો દિવસ ઘણો મહÒવનો બની રહ્યાે છે આ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી શું ભૂમિકા લે છે, તેના પર સૌની નજર છે.

આજે દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું આપશે!
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના 13માં દિવસે પણ રાજ્યમાં નવી સરકારની રચનાને લઈને અવઢવની સ્થિતિ છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે જો આજે સાંજ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સાંજ સુધી સીએમ દેવેન્દ્ર ફડવણીસ તેમજ અન્ય મંત્રીઓ પોતાની સરકારી ગાડીઓ અને અન્ય સુવિધા પરત આપી શકે છે. બીજેપી ફક્ત આજે સાંજ સુધી રાહ જોશે. એવી પણ ચચર્િ ચાલી રહી છે કે બીજેપી અને શિવસેના વચ્ચે હાલ કોઈ જ ચચર્િ નથી થઈ રહી, આ જ કારણે કોઈ સમાધાન આવે તેવી દેખાતું નથી.
આ પહેલા બીજેપીના નેતાઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. મુલાકાત બાદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યુ હતુ કે, લોકોએ ભાજપા-શિવસેનાની જોડાણને બહુમતિ આપી છે. સરકાર બનાવવામાં મોડું થઈ રહ્યું છે, અત્યાર સુધી સરકાર બની જવી જોઈતી હતી. અમે રાજ્યમાં કાયદાકીય વિકલ્પો અને રાજનીતિ સ્થિતિ પર ચચર્િ કરવા માટે રાજ્યપાલને મળ્યા હતા. અમે હાઇકમાન્ડ સાથે ચચર્િ કરીને આગળની રણનીતિ નક્કી કરીશું.

વર્તમાન સરકારનો વધી શકે છે કાર્યકાળ
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી અત્યારે કાયદાનાં નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે. રાજભવનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 9 નવેમ્બરના રોજ કાર્યકાળ સમાપ્ત થયા પછી રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે. એવું કહેવાય છે કે, વર્તમાન સરકારનો કાર્યકાળ વધુ એક સપ્તાહ કે તેનાથી વધુ સમય માટે લંબાવી શકાય છે. એક એનુમાન એવું છે કે, રાજ્યપાલ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી ભાજપ્ને સરકાર બનાવવા માટે કહી શકે છે અને ત્યાર પછી બહુમતિ સાબિત કરવા માટેનો સમય નક્કી કરી શકે છે. જો કોઈ પાર્ટી બહુમત સાબિત ન કરી શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું નક્કી છે. આ બાજુ શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એક વખત કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. શિવસેનાનું હવે પછીનું પગલું શું હશે તેના અંગે સંજય રાઉતે જણાવ્યું કે, જો ભાજપ વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે તો કરે, અમારી તેને શુભેચ્છાઓ છે. રાઉતે વધુમાં જણાવ્યું કે, ભાજપ-શિવસેના ગઠબંધન બાબતે જે વાતો નક્કી થઈ હતી તેના આધારે જનાદેશ મળ્યો છે. જો ભાજપ એમ કહે છે કે તેમને જનાદેશ મળ્યો છે તો પછી સરકાર કેમ નથી બનાવતી. સામ, દામ, દંડ, ભેદની નીતિ સત્તામાં હોવ ત્યારે જ કરી શકાય છે.