મહાશિવરાત્રીના દિવસે નગરના માર્ગો પર ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન

February 12, 2018 at 10:35 am


જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા છત્રીસ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે સાડત્રીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે. આવતા મંગળવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૫ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે.

જામનગર શહેર ‘છોટી કાશી” ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્ર્ષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે. જયારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ હાથ ધરાય છે.

શોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ મંગળવારને મહાશિવરાત્રીના દિવસે સવારના ૧૦ થી ૧૨ શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાનશ્રી ની પુજા શહેરના ૧૧ અગ્રણી દંપતિઓ દ્વારા થશે. જેમાં રાજય સરકારના કૃષિ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુ જામનગરના અગ્રણી બિલ્ડર શ્રી મનસુખભાઇ દેવાણી, એડવેાકેટશ્રી શ્રી હેમલભાઇ ચોટાઇ વગેરે દંપતિ સહિત પૂજન વિધીમાં જોડાશે ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન – અર્ચન – દર્શન તે જ સ્થળે કરી શકશે. બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.

સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે ૭૩ યુવકોની પાલખી સમિતિના સભ્યો એક જ રંગના એક સરખા ઝભ્ભા ધારણ કરશે અને ખભે ખેસ તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. ચાંદી મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે તેમજ નવ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.

શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની ચાંદીની પાલખી, તદ્ ઉપરાંત નાગેશ્વર મિત્ર મંડળ, રૂદ્રા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, શિવસેના, ભોયરાજ ગ્રુપ (ગદાધારી), ઓમ યુવક મંડળ, ગજકેશરી યુવા ગ્રુપ, શિવ મિત્ર મંડળ, સ્વામી વિવેકાનંદ ગ્રુપ, ગણેશ ઉત્સવ મંડળ, વંડાફળી સત્સંગ મંડળ, હિન્દુ સેના, રાજપુત યુવા સંઘ, જામનગર સમસ્ત બ્રહ્મ સમાજ સહિત ૧૫ જેટલા મંડળો દ્વારા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો પણ મોટી સંખ્યામાં જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.

બપોરે સાડા ત્રણ વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલ પૌરાણીક સુપ્રસિધ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસ, ચાંદીબજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે સાડા બાર કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં મધ્યરાત્રીની મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.

આ શોભાયાત્રાના માર્ગ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ઠેર – ઠેર ભાવિકજનો મંડળો દ્વારા પાલખી પૂજન કરવામાં આવશે. શિવરાત્રિ નિમિત્તે શહેરની શોભાયાત્રા રૂટને ધજા-પતાકાથી સુશોભિત કરવામાં આવશે. ઉપરાંત આ રૂટ પર બરફમાંથી બનાવેલા ભગવાનશ્રી અમરનાથજીની ઝાંખી, રૂમાંથી બનાવેલી કૈલાશ પર્વતમાળા જેવા સ્થાયી ફલોટ્સ ઊભા કરાશે. તેમની સાથોસાથ ૭૫ થી પણ વધુ સ્થળોએ શિતળ જલપાન, કોલ્ડ્રીંકસ, પ્રસાદ વિતરણના કેન્દ્રો પણ રાખવામાં આવશે.

આ વખતે સતત સાડત્રીસમાં વર્ષે યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના કન્વીનર તરીકે યોગેશભાઇ જોશી તથા સહ કન્વીનર તરીકે વિજયસિંહ જાડેજા તથા મયૂર હરવરાની નિયુકિત કરવામાં આવી છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વશ્રી દિલીપભાઇ આહિર, સંજયભાઇ મુંગરા, પ્રતીક ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, ધીમંતભાઇ દવે, ભાવેશભાઇ શેઠિયા, ધીરેનભાઇ નંદા, માંડણભાઇ કેશવાલા, રાજુભાઇ ભુવા, રાકેશભાઇ રાઠોડ, મેહુલ વશીયર, ચંદ્રવદન ત્રિવેદી, કમલેશભાઇ પંડયા, હનુમંતસિંહ સોઢા, દીપકભાઇ ગાંધી, ભાર્ગવભાઇ પંડયા, નિરજભાઇ ચોવટીયા, શશીભાઇ પુંજાણી, નિલેશભાઇ આચાર્ય, દિલીપસિંહ જેઠવા, હેમલ ગુસાણી, જીગરભાઇ રાવલ, મેહુલભાઇ ઠાકર, જીમીભાઇ ભરાડ, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા, નટરાજભાઇ ભટ્ટી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જયેશભાઇ, મૃર્ગેશ દવે, રાજેન્દ્રસિંહ સોઢા, ભાર્ગવ ઠાકર, જીલ ગોસાઇ, યશ ખાસી, પરેશ પીઠડીયા, રાહુલ જોશી, રીતેશ દાઉદીયા, ભાર્ગવ જેઠવા, સાગર મહેતા, જયદીપ રાઠોડ સહિતના ૬૬ અગ્રણીઓની સમિતિની રચના કરવામાં આવી છે.

આ સંચાલન સમિતિ સફેદ રંગના વસ્ત્રો તેમજ સંસ્થાના ઓળખપત્રો તથા કેશરી ખેસ ધારણ કરી શોભાયાત્રાનું સંચાલન કરશે. શોભાયાત્રાના રોકાણ, સંચાલન સાથે સતત શોભાયાત્રા દરમિયાન સાથે જ રહેશે. યાત્રા દરમિયાન ઉદ્ભવનારી સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ બનશે. શોભાયાત્રામાં જોડાનારા તમામ મંડળો અને ચલિત ફલોટ્સ ધારકો પણ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ ભાગ લેશે.

આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજા-પતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જે તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભા યાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણાં, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે.

જેમાં, નાગેશ્વર મંદિર પાસે નાગેશ્વર યુવક મંડળ, શ્રીગોળ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ, કોળી સમાજ, રામદેવ મિત્ર મંડળ, કેશરિયા હનુમાન મિત્ર મંડળ, શિવસેના, કોમી એકતા ગ્રુપ – ઢોલીયા પીર દરગાહ પાસે, કોમી એકતા ગ્રુપ – સોનાપુરી પાસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, નવયુગ મિત્ર મંડળ, વિક્રમ સાબુ – નાગનાથ નાકા પાસે, નાગનાથ ગેઇટ ગ્રુપ, કાશી વિશ્વનાથ મંદિર, દયાશંકર બ્રહ્મપુરી, ભાનુશાળી સમાજ (નંદા પરિવાર) દ્વારા સ્વાગત, ભારતીય જનતા પાર્ટી – બેડી ગેઇટ, ગુજરાત હરિઓમ મિત્ર મંડળ – ટાઇગર ગુ્રપ – કડિયાવાડ, શિવ શકિત સંસ્કૃતી સેવા ટ્રસ્ટ, ચૌહાણ ફળી મિત્ર મંડળ, ભોઇ જ્ઞાતિ, ત્રિશુલ મિત્ર મંડળ, ખોડીયાર મિત્ર મંડળ, પંજાબ બેંક રિક્ષા એસો., દીપક ટોકીઝ રીક્ષા એસો, પંકજ સોઢા ફાઉન્ડેશન, ગણેશ મિત્ર મંડળ – વજીર ફળી, સંસ્કૃતિ ફાઉન્ડેશન, મહાવીર એમ્પોરિયમ – જૈન ગુ્રપ, રાજેન્દ્ર રોડ વેપારી એસોસીએશન, રાણા યુવક મંડળ, જામના ડેરા મિત્ર મંડળ – દાજી બાપુની શેરી, સિંધી માર્કેટે વેપારી એસો., બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, સુખરામદાસ ગ્રુપ, પતંગિયા ફળી મિત્ર મંડળ, ઓમ ગ્રુપ – માંડવી ટાવર પાસે, શ્રી યુવક મંડળ, ગણેશ મરાઠા મંડળ, સ્વ.શ્રી બાબુભાઇ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સેન્ટ્રલ બેંક મીઠાઇ એસોસીએશન, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ યુવક મંડળ, ગજકેસરી મિત્ર મંડળ સેન્ટ્રલ બેન્ક, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકુળીયા હનુમાન મિત્ર મંડળ, સૂર્ય નારાયણ મંદિર, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જયમાતાજી હોટલ ગ્રુપ, ખારવા જ્ઞાતિ યુવા સંઘ, શકિત યુવક મંડળ, નાગર ચકલા વેપારી એસોસીએશન, ભવાની માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, સતિ માતા મિત્ર મંડળ, હવાઇ ચોક મિત્ર મંડળ, હાટકેશ્વર નાગર બ્રાહ્મણ અને વૈજનાથ મહાદેવ મંદિર પાસે પુષ્પવૃષ્ટિ, વંડાફળી મિત્ર મંડળ, ગિરનારી યુવક મંડળ, યંગ સોશ્યલ ગ્રુપ, ઓમકાળેશ્વર ગુ્રપ, આદેશ યુવા મંડળ, પંચેશ્વર ટાવર યુવક મંડળ, લોહાણા મહાજન સમાજ, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ, શુભમ રેસ્ટોરન્ટ (હિતેન્દ્રસિંહ જાડેજા) નિલકંઠ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર દ્વારા સક્રિયપણે જોડાઇને ભગવાન શિવજીની પાલખીનું સ્વાગત કરશે.

આ ભવ્ય શિવ શોભાયાત્રામાં જોડાવા માટે અને દર્શનનો લાભ લેવા માટે જામનગરના ધર્મ પ્રેમીઓને હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ, કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજેશ વ્યાસ (મહાદેવ) ની યાદીમાં જણાવાયું છે.

જામનગર ઉતરના ધારાસભ્ય હકુભા જાડેજાના પ્રયાસોથી શોભાયાત્રાનો માર્ગ રીકાર્પેટ કરાયો

જામનગર શહેરમાં સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રતિવર્ષ શિવશોભાયાત્રાનો પ્રારંભ થાય છે. જે વિસ્તારમાં વ્હોરા હજીરાથી નાગેશ્વર મંદિર સુધીના માર્ગ ઉપર ભુગર્ભનું ખોદકામ થયું હોવાથી સીમેન્ટ રોડમાં મસમોટા ગાબડા પડી ગયા હતા. ઉપરાંત ગટરની લાઇન પણ તુટી ગઇ હોવાથી ગંદા પાણી માર્ગ પર ફેલાતા હતા આથી શિવશોભાયાત્રા ના આયોજક પહેલા માર્ગની મરામતની કામગીરી પૂર્ણ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટેની રજુઆત મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખશ્રી રાજુભાઇ વ્યાસ અને અન્ય હોદેદારો દ્વારા જામનગર ઉતરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સમક્ષ કરવામાં આવી હતી.

ધારાસભ્યશ્રી હકુભા જાડેજાએ સિધ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરી પોતાની નવી ટર્મના કામનો પ્રારંભ નાગેશ્વર વિસ્તારના રોડની મરામત કાર્ય સાથે કર્યો હતો. મહાનગરપાલિકાના જુદા-જુદા વિભાગના જવાબદાર અધિકારી કર્મચારીને સ્થળ પર બોલાવી ઉપરોકત માર્ગને તાત્કાલીક ધોરણે રીકાર્પેટ કરાવ્યો હતો. જે માર્ગની મરામતની કાર્યવાહી પણ શોભાયાત્રાના રૂટ પર કોઇ તકલીફ ન પડે તે માટે જામનગરના ૭૯ વિધાનસના વિસ્તારના નવનિર્વાચિત ધારાસભ્ય અને ગુજરાત રાજયના કૃષિ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી આર. સી. ફળદુ, શહેર પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, ઉપપ્રમુખ ગોપાલભાઇ સોરઠીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દાસાણી અને મહામંત્રી ડો. વિમલભાઇ કગથરા વગેરેએ સમગ્ર રૂટનું જાત નિરીક્ષણ કર્યુ હતુ અને સિધ્ધનાય મહાદેવના દર્શન કર્યા હતા. શોભાયાત્રાના માર્ગ પર સાફ-સફાઇ અને પુરતી લાઇટ – પાણીની સુવિધા મળી રહે તે અંગે પણ મહાનગરપાલિકાના અધિકારીઓને મંત્રીશ્રી દ્વારા સુચન કરાયું છે. આ વેળાએ મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખશ્રી રાજુભાઇ વ્યાસ (મહાદેવ) અને મંડળના અન્ય હોદેદારો પણ સાથે રહ્યા હતા.

છોટી કાશીની શિવશોભાયાત્રાના વિશેષ આકર્ષણો…

જામનગર શહેરમાં મહાશિવરાત્રીની પાવનકારી પર્વના દિવસે યોજાનારી શિવશોભાયાત્રા દરમ્યાન આ વખતે અનન્ય આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. જામનગર શહેરના ભોઇરાજ ગ્રુપ (ગદાધારી) દ્વારા વિશિષ્ટ પ્રકારનો ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન શિવજીના વિશિષ્ટ સ્વરૂપ સાથેના દર્શન કરવાનો લોકોને લ્હાવો મળશે ઉપરાંત જ્ઞાતિના યુવાનો દ્વારા તલવાર બાજી, પટ્ટાબાજી, પિરામીડ, અંગ કસતરના દાવ, લેઝીમ, લાઠીદાવ વગેરેના હેરતભર્યા પ્રયાગો રજુ કરાશે. સાથો સાથ બહેનોના રાસ પણ યોજવામાં આવશે. જે સમગ્ર શોભાયાત્રાના રૂટ ઉપર આકર્ષણનું કેન્દ્ર બનશે.

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આદેશ યુવા ગુ્રપ અને તેમની ટીમ દ્વારા સમગ્ર ચોકને રોશની અને રંગોળીથી ઝળહળતો કરી દઇ ભગવાન શિવજીની વિશિષ્ટ ઝાંખી ઉભી કરાશે ઉપરાંત શિવ શોભાયાત્રાના અંતમાં નિકળનારી ભગવાન શિવજીની પાલખી ઉપર પુષ્પ વૃષ્ટિ કરી મહાઆરતી અને ભવ્ય આતશબાજી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. જેનો પણ બહોળી સંખ્યામાં શિવભકતોને લાભ મળશે. આ ઉપરાંત કડિયાવાડ, નવીવાસ, દિપક ટોકીઝ, સેતાવાડ, હવાઇ ચોક, ગીરનારી ચોક (ભાટની આંબલી પાસે) સહિત શહેરના જુદા જુદા વિસ્તારમાં પણ અનેક પ્રકારની ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરાશે અને દર્શન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Comments

comments

VOTING POLL