મહા વાવાઝોડું થયું મીનીઃ સૌરાષ્ટ્રમાં ઝાપટાં

November 7, 2019 at 10:57 am


Spread the love

ગુજરાત પરથી મહા વાવઝોડાની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા મહાની અસર વતાર્વાની શરુઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક પ્રાંતોમાં મોડી રાતે હળવો વરસાદ પણ વરસ્યો છે. હાલ વાવાઝોડું દીવથી 220 કિલોમીટરના અંતરે છે. આજે બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરુપે પસાર થવાની સંભાવના છે.

હવામાન ખાતાની આગાહીને પગલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો તો પરેશાન હતા, પણ હવે તો શહેરીજનો પણ પરેશાન થયા છે. લોકોને વરસાદથી લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોનો મોઢે આવોલો કોળીયો છીનવાઈ ગયો છે. રાજ્યમાં હજુ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. મહા વાવાઝોડાની અસર તળે કંડલા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ તકેદારીના ભાગરુપે લગાવાયું છે. જેથી કોઈ જાનહાનિ ન થાય.
ગીર-સોમનાથમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યાે છે. તો સુરત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો છે. દરિયા કાંઠાના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યાે છે. સુરતમાં કતારગામ, લાલદરવાજા , વરાછા, વેડરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાે છે. વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

જામનગર જિલ્લાન કાલાવડ તાલુકાના નિકાવા અને જામવાડીમાં અડધોથી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આટકોટ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજુ ફરી વýયું હતું. મોટા દેવળીયામાં વરસાદી ઝાપટું પડયું હોવાના સમાચાર મýયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર પાણી વરસ્યું હતું.

આજે ભાવનગર- બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
મહા વાવાઝોડાની અસરના ભાગરુપે આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને કચ્છ જિલ્લામાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં આણંદ ભરુચ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી જિલ્લામાં પણ ચાર દિવસ માટે વરસાદી ઝાપટાની શક્યતા છે. ભારતીય વેધશાળાના જણાવ્યા મુજબ આજે બપોર સુધીમાં વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહાેંચશે અને આવતીકાલે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવતિર્ત થશે. બંગાળની ખાડીમાં ઉંવેલી સિસ્ટમ આજે સાયક્લોનિક સ્ટોર્મ માં પરિવતિર્ત થશે અને ત્યાર બાદ 24 કલાકમાં તે સીરીયલ સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે.