મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હવે કાર માસિક રૂા.13,499ના દરે લીઝ પર આપશે

October 11, 2018 at 10:59 am


સ્થાનિક આેટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બુધવારે નવી વ્હીકલ એક્વિઝિશન સ્કીમ રજૂ કરી હતી જેમાં ગ્રાહકો પાંચ વર્ષના ગાળા સુધી વાહનો લીઝ પર લઈ શકશે. લીઝનો વિકલ્પ મહિન્દ્રાના વાહનોના પર્સનલ પોર્ટફોલિયો પર મળશે. તેમાં એન્ટ્રી લેવલની એસયુવી કેયુવી 100, કોમ્પેકટ સ્પોટ્ર્સ યુટિલિટી વ્હીકલ ટીયુવી 300, મિડસાઈઝ એસયુવી સ્કોપિર્યો, મિલ્ટ પર્પઝ વ્હીકલ મરાઝો અને પ્રીમિયમ એસવીયુ એસયુવી 500નો સમાવેશ થાય તેમ રિલિઝમાં જણાવાયું હતું.

લીઝ પરના વાહનોમાં કેયુવી 100એકસટી માસિક રૂા.13,499 પર મળશે જયારે એકસયુવી 500 લીઝ પર માસિક રૂા.32,999માં ઉપલબ્ધ થશે.દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ, અમદાવાદ અને પૂણે સ્થિત ગ્રાહકો આ સ્કીમનો લાભ લઈ શકશે. કંપની આગામી તબકકામાં લિઝ વિકલ્પની સ્કિમ વધુ 19 શહેરોમાં વિસ્તારવા માગે છે.

મહિન્દ્રાના ગ્રુપ આેફ ચીફ ફાઈનાિન્શયલ આેફિસર અને ચીફ ઈન્ફોર્મેશન આેફિસર વી.એસ.પાથાર્સારથીએ જણાવ્યું કે, અમારું લિઝિંગ જેનો હેતુ પ્રાેફેશનલ્સ અને નાના બિઝનેસમેન સહિતના નવા ગ્રાહકોને સુવિધા આપવાનો છે. આગળ જતા અમને વિશ્વાસ છે કે લિઝિંગનો વ્યાપ વધશે અને વૈશ્વિક ટ્રેન્ડની સાથે તેના પ્રસારમાં વધારો થશે.

લિઝિંગ આેફરિગમાં ઈºશ્યોરન્સ, એન્ડ ટૂ એન્ડ મેન્ટેનન્સ, આેન રોડ આસિસ્ટન્સ, એક્સિડન્ટલ રિપેરિગ અને 24 કલાક રિપ્લેસમેન્ટ વ્હીકલની સુવિધા સામેલ હશે. કંપનીએ કહ્યું કે તેણે વૈશ્વિક લિઝિંગ સવિર્સિસ કંપની આેરિકસ અને એએલડી આેટોમોટિવ સાથે ભાગીદારી કરી છે.

લિઝડ વાહનો પાંચ વર્ષ સુધીના ગાળા માટે ઉપલબ્ધ હશે તેનો આધાર શહેર અને પસંદ કરવામાં આવેલા મોડેલ પર રહેશે તેમ કંપનીએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL