મહિલાએ કર્યું મહિલા ઉપર દુષ્કર્મઃ કલમ 377ના ચુકાદા પછી દેશનો પહેલો કિસ્સો

February 5, 2019 at 1:08 pm


દિલ્હી પોલીસે આઇપીસીની કલમ 377 હેઠળ એક મહિલા પર બળાત્કાર’ના કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક જ સેક્સ સંબંધોને ગુનો નહિ ગણવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતમાં અત્યારસુધીની આવો સૌપ્રથમ કેસ નાેંધાયો છે. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે આ મહિલાએ તેની કમર પર એક બેલ્ટ થકી પુરુષનું કૃત્રિમ ગુપ્તાંગ બાંધ્યું હતું અને એ પછી તેની સાથે બળજબરીથી ગુદા મૈથુન કર્યું હતું. આરોપીને કરકરડુમા કોર્ટમાં હાજર કરાઇ હતી, ત્યાં પોલીસને પૂછપરછ માટે તે મહિલાની એક કસ્ટડી અપાઇ હતી. એ પછી તે મહિલા તિહાર જેલમાં ધકેલી દેવાઇ હતી. .
પીડિતાએ qક્રમિનલ પ્રાેસીજર કોડની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે જુબાની આપી હતી, જેને પગલે 19 વષ}ય આરોપીની ધરપકડ કરાઇ હતી. આરોપી સામે પ્રિવેન્શન આેફ ઇમ્મોરસ ટ્રાફિકિંગ એક્ટની જોગવાઇઆે અને આઇપીસીની કલમ 377 હેઠળ આરોપો મૂકાયા છે. આ ઘટના હાલની નથી. તે ગત વર્ષે સપ્ટેમ્બર અથવા આેક્ટોબરની છે. એ વખતે પોલીસે એમ કહીને તેની કલમ 377 હેઠળ એફઆઇઆર લીધી નહતી કે એક મહિલા આઇપીસીની જોગવાઇ હેઠળ રેપનો ગુનો આચરી ન શકે.
એક જ પ્રકારની ઇિન્દ્રય ધરાવતા લોકો વચ્ચે સંભોગ એ ગુનો નથી તેમ સુપ્રીમની બંધારણીય બેન્ચે ઠરાવ્યા બાદ આવી ફરિયાદ નાેંધાતા આશ્ચર્ય થયું છે. જોકે તેમાં સુપ્રીમે સ્પષ્ટ કર્યું હતું કે બન્ને વચ્ચે સંમતિથી સંબંધો બંધાયા હોવા જોઇએ. આ મામલે ઘણી ચર્ચા થઇ હતી.
ચુકાદા બાદ સરકારના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે જ્યાં સંમતિ વગર અકુદરતીરીતે સેક્સ પ્રવેશ કરાયો હોય તેવા કેસોમાં જ આઇપીસીની કલમ 377 લાગુ પડશે. આમાં સગીર-સગીરાઆેને પણ આવરી લેવાયા છે. પૂવ}ય ભારતથી કામ માટે દિલ્હી આવેલી પીડિતાએ આક્ષેપ કર્યો છે કે આરોપી મહિલાએ તેની પર રેપ કર્યો હતો અને તેની પર અનેક વાર જાતીય અને શારીરિક હુમલા કર્યા હતા. અગાઉ તેની ફરિયાદ લેવાનું પોલીસે નકાર્યા બાદ પણ તેની સાથે અત્યાચાર ચાલુ રહ્યાે હતો. એ પછી આ મહિલાએ બે મહિના સુધી જ્યાં કથિતરીતે અત્યાચાર સહ્યા હતા ત્યાંથી જ આરોપીની ધરપકડ કરાઇ હતી. .
આ મહિલાએ પોતાનો વેપાર શરુ કરવા માટે માર્ચ 2018માં નોકરી છોડી હતી. એ પછી તેની મુશ્કેલી શરુ થઇ હતી. એક આેનલાઇન ક્લોધિંગ મર્કેન્ડાઇઝમાં રોકાણ માટે અન્ય પાર્ટનર્સ મેળવવા માટે તેને એક સમજૂતી કરવાની હતી. તેને એ માટે રેલવે સ્ટેશનો, એરપોટ્ર્સ અથવા બસ સ્ટોપ્સ પર લોકોનો સંપર્ક કરીને તેમને પોતાની બિઝનેસ દરખાસ્ત અંગે જણાવવાનું હતું. તે વખતે તે રોહિત નામના એક માણસના સંપર્કમાં આવી હતી. તેણે પોતાના સાથીઆે સાથે તેની પર રેપ કર્યો હતો. એ પછી એ મહિલાને ગ્રાહકોની સેવા માટે મોકલાતી હતી. ત્યાં એપાર્ટમેન્ટમા આ મહિલા મળતી હતી અને તેણે આવી રીતે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાનો આક્ષેપ છે કે જો સંબંધો બાંધવાનો ઇનકાર કરું તો તે મારતી પણ હતી. ગ્રાહકો માટે ગુદા મૈથુન માટે તૈયાર કરાવવા સેક્સ ટોયનો ઉપયોગ કરીને તેની પર રેપ કરાયો હતો. .

Comments

comments

VOTING POLL