મહિલાએ દત્તક લીધું એવું પપી, જેને લઈ જવા કોઈ તૈયાર નહોતું!!!

August 20, 2018 at 8:52 pm


મહિલાએ દત્તક લીધું એવું પપી, જેને લઈ જવા કોઈ તૈયાર નહોતું, જે પણ લઈ જતું તેને થોડા દિવસમાં પાછુ મૂકી જતું

8 મહિનાનો આ ડોગી કોઈ સામાન્ય પપી નથી, પરંતુ એકદમ ખાસ છે

અમેરિકાના એક શહેરમાં થોડા સમય પહેલા ડોગીના એક બચ્ચાને કોઈ દત્તક લેવા તૈયાર નહોતું થઈ રહ્યું. જે પણ તેને શેલ્ટર હોમમાંથી લઈ આવતું હતું, તે થોડા જ દિવસમાં તેને પાછું મૂકી જતું હતું. ત્યારબાદ એક મહિલાએ તેને લઈ ગઈ અને થોડા દિવસ એ પ્રેમાળ પપી સાથે પસાર કર્યા બાદ મહિલાને તેની ખાસિયતો વિશે ખબર પડી. મહિલાએ જાણ્યું કે 8 મહિનાનો આ ડોગી કોઈ સામાન્ય પપી નથી, પરંતુ એકદમ ખાસ છે અને ત્યારથી તે એ મહિલા સાથે જ રહેતું હતું.

લાવારિસ ફરી રહ્યું હતું પપી

આ સ્ટોરી એવા ડોગીના બચ્ચાની છે, જે એક વ્યક્તિને એક પાર્ક પાસે ગલીમાં લાવારિસ ફરતા મળ્યું હતું. એ વ્યક્તિ પાળેલા જાનવરો માટે કામ કરતી કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારબાદ તેણે પપીને બચાવતા તેને શેલ્ટર હોમમાં છોડી દીધું.

તે વ્યક્તિ તેને શેલ્ટર હોમમાં એટલા માટે છોડીને આવ્યો હતો, જેથી તેને કોઈ ત્યાંથી દત્તક લઈ જાય. જોકે, આવું ના થઈ શક્યું. કારણ કે જે કોઈ પણ તેને લઈ જતું હતું તે થોડા જ દિવસમાં તેને પાછું મૂકી જતું હતું.

થોડા દિવસ બાદ લિયોનારા અંજલ્દુઆ નામની એક મહિલા તેને જોવા માટે આવી. તેને આ પપી બહુ ગમ્યું અને તેને પોતાની સાથે લઈ જવાનો નિર્ણય કરી લીધો. મહિલાએ તેને એક નવું નામ પૈની પણ આપી દીધું.

થોડા દિવસ પૈની સાથે પસાર કર્યા બાદ મહિલાને તેની એ ખાસિયતો વિશે ખબર પડવા લાગી, જે સામાન્ય ડોગીમાં નથી હોતી. લિયોનારાએ જાણ્યું કે, તે બહુ સ્માર્ટ છે, અને કોઈ પણ વસ્તુ અન્ય ડોગીની સરખામણીમાં ઘણી સરળતાથી શીખી લે છે.

પૈની કરે છે એ કામ જે નથી કરતું કોઈ અન્ય પપી

પૈનીની શીખવાની ક્ષમતા જોરદાર હતી. બેસવાના કમાન્ડને તેમણે માત્ર 3 પ્રયાસમાં શીખી લીધો હતો. આ સાથે જ અન્ય કમાન્ડ પણ બહુ ઝડપથી શીખી લેતું હતું.

સૌથી ખાસ વાત એ છે કે પૈનીએ પોતાની અંદર એક એવું ટેલેન્ટ છૂપાવી રાખ્યું હતું, જેના વિશે તે પોતે પણ જાણતું નહોતું. એ ટેલેન્ટ વિશે લિયોનારાએ વિચાર્યું અને તેને બહાર કાઢવાનું વિચાર્યું.

લિયોનારા તેને કંઈક એવું કામ શીખવાડવાનું વિચારી રહી હતી જેને કોઈ અન્ય પપી ના કરી શકે. આ કામને શીખવાડવા માટે તે પૈની માટે અલગ અલગ શેપના અમુક બ્લોક અને પ્લાસ્ટિકના આલ્ફાબેટનો એક સેટ ખરીદી લાવી. તેની મદદથી તેણે પૈનીને આકૃતિઓની ઓળખ કરાવવી શીખવી.

મહિલાએ આલ્ફાબેટના શેપ દ્વારા તેને એમ પણ શીખવાડ્યું કે તેના નામના સ્પેલિંગમાં કયા કયા અક્ષર આવે છે. બહુ સ્માર્ટ પૈની થોડા જ દિવસમાં આલ્ફાબેટને ઓળખતા શીખી ગયો અને હવે તે તેના લેટર્સ જાતે લાવીને આપે છે.

લિયોનારાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં પૈની સામે બધા આલ્ફાબેટ ફેલાવીને રાખી દે છે અને ત્યારબાદ પૈની એક-એક કરીને તેના નામના સ્પેલિંગમાં આવતા લેટર્સને ઉઠાવીને લાવે છે. જોકે, હવે તે તેને સીક્વન્સમાં ગોઠવવાનું નથી જાણતું, પરંતુ લિયોનારાનું કહેવું છે કે, ટૂંક સમયમાં તે એવું કરતા પણ શીખી જશે.

Comments

comments