મહિલા એએસઆઈ ખુશ્બુના ફલેટમાં સવિર્સ રિવોલ્વર ભુલી જનાર કુછડિયા સસ્પેન્ડ

August 19, 2019 at 3:44 pm


શહેરના યુનિવસિર્ટી પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા એએસઆઈએ કોન્સ્ટેબલને ભડાકે દઈ આપઘાત કરવાના ચકચારી પ્રકરણમાં વધુ એક રિવોલ્વર મળી આવી હતી જે ખુશ્બુ સાથે ફરજ બજાવતો એએસઆઈ વિવેક કુછડીયાની હોવાનું બહાર આવતા પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં ફરજમાં બેદરકાર હોવાનું બહાર આવતા કુછડીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુનિવસિર્ટી પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી ખુશ્બુ કાનાબારે પોતાની સવિર્સ રિવોલ્વરમાંથી ફાયરીગ કરી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની øત્યા કરી પોતે પણ આપઘાત કરી લેવાના બનાવમાં પોલીસની તપાસમાં ખુશ્બુના ફલેટમાંથી વધુ એક સવિર્સ રિવોલ્વર મળી આવી હતી જે તેની સાથે ફરજ બજાવતો કુછડીયાની હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન તેની સામે તપાસના આદેશ થયો હતો.
દરમિયાન પોલીસની તપાસમાં બનાવની રાત્રીના વિવેક કુછડીયા ખુશ્બુના ઘેર ગયો હતો ત્યાં તેની સવિર્સ રિવોલ્વર ભુલી ગયાનું બહાર આવ્યું હતું. તે ઉપરાંત યુનિ. પોલીસ મથકમાં ફરજ દરમિયન પણ વિવેક કુછડીયાની કામગીરી પણ નબળી હોવાનું બહાર આવતા તેને સસ્પેન્ડ કરવાનો હુકમ પોલીસ કમિશનરે કર્યો છે.

Comments

comments

VOTING POLL