મહિલા તબીબનો રૂા.11.75 લાખની કિંમતનો કરિયાવર આેળવી જનાર સાસરિયાઆે સામે ગુનો

January 21, 2019 at 6:33 pm


શહેરમાં યુબીઆઈ બેંકના કવાર્ટરમાં રહેતી પરિણીતાએ રૂા.11.75 લાખની કિંમતનો કરીયાવર આેળવી જનાર સાસરીયાઆે સામે ફરિયાદ નાેંધાવતા એ-ડીવીઝન પોલીસે ગુનો નાેંધી યુબીઆઈ બેંકના મેનેજર સહિતના સાસરીયાઆેને ઝડપી લેવા દોડધામ કરી છે.
અગાઉ રાજકોટમાં રહેતા મુળ પોરબંદરના વતની બેંક મેનેજર હાલ દિલ્હી હોવાનું બહાર આવતા પોલીસે આરોપીઆેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા બેંક પાસે યુબીઆઈ કવાર્ટરમાં રહેતી અને હાલ અમદાવાદ વેર હાઉસ કોર્પોરેશનમાં નોકરી કરતા ડો. રેખાબેન શ્રીરામઅવતાર યાદવ નામની પરિણીતાએ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવી હતી. જેમાં આરોપી તરીકે યુબીઆઈ બેંક મેનેજર લલીત રમેશ યાદવ, સસરા રમેશ યાદવ, સાસુ કૃષ્ણા (રહે. ગુડગાંવ હરીયાણા), નણંદ નીતુ હષ}ત બારુદીન અને નણંદોય હષ}ત બારૂદીન (રહે. પોરબંદર)ના નામ આપ્યા હતા.
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પતિ લલીતને દારૂ પીવાની કૂટેવ હોય જે અંગે તેને સમજાવતા અવારનવાર ઝઘડો કરી મારકુટ કરતો હોય તેમજ તેના સાસરીયાઆે ત્રાસ આપતા હોય જે અંગે અમદાવાદ ચાલી જતાં અને રૂા.11.75 લાખનો કરીયાવર પાછો માગતા તે આપવાનો ઈન્કાર કરી વિશ્વાસઘાત કર્યાનું જણાવતા એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એન.કે.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.વી.સાખડા સહિતનાએ ગુનો નાેંધી આરોપીઆેને ઝડપી લેવા દોડધામ કરી છે.

Comments

comments

VOTING POLL