મહિલા પીએસઆઈએ શિયાળામાં એ.સી.ની લાંચ માગીઃ રાજકોટ એસીબીએ રંગે હાથ ઝડપી લીધા

February 9, 2019 at 3:15 pm


રાજકોટ એસીબીએ સારવકુંડલાના મહિલા ગામના પીએસઆઈને લાંચ સ્વરૂપે એરકન્ડિશન લેતાં ઝડપી લીધા હતાં. વંડા ગામે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં મહિલા પીએસઆઈની સામે એસીબીમાં નાેંધાયેલી ફરિયાદને આધારે છટકું ગોઠવાયું હતું. એસીબીએ તેમના ઘરેથી 27,000ની કિંમતનું તેમની માતાના નામના બિલવાળુ એરકન્ડિશન કબ્જે કરી તેની સામે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ સારવકુંડલાના વંડા ગામે મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં કરન ચેતનાબેન કણસાગરા (ઉ.વ.40) સામે એસીબીમાં ફરિયાદ નાેંધાઈ હતી. જેના આધારે રાજકોટ એસીબીના ડીવાયએસપી હિમાંશુ દોશી તથા પીઆઈ સી.જે.સુરેજા અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી. એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા પીએસઆઈ ચેતનાબેન કણસાગરાએ વંડા પોલીસ સ્ટેશનમાં નાેંધાયેલ આઈપીસી 306ના ગુનામાં ફરિયાદી પાસે રૂા.7પ હજારની લાંચ સ્વીકારી વધુમાં એર કન્ડિશનની માંગણી કરી હતી.

આ ગુનાના કામે ફરિયાદીને અટક કર્યા હતાં તે વખતે રિમાન્ડ નહી અને મુદ્દામાલ કબજે નહી કરવા તેમજ બીજી હેરાનગતિ નહી કરવા માટે ફરિયાદી પાસેથી રૂા.75 હજારની લાંચ સ્વીકારી હતી અને બાકી તેમણે લાંચ સ્વરૂપે એર કન્ડિશનરની માંગણી કરી હતી અને રૂા.27,000નું મિતાશી કંપનીનું એર કન્ડિશન તેમના ઘરે ફિટ કરાવ્યું હતું.

રાજકોટ એસીબીએ સાવરકુંડલા પોલીસ લાઈન કવાર્ટર નં.12માં દરોડો પાડી મહિલા પીએસઆઈ ચેતનાબેન કણસાગરાના ઘરેથી તેણીના માતાના નામના બિલવાળું એર કન્ડિશન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL