મહિલા સાથી એક્ટરને સપોર્ટ કરી પ્રાેત્સાહન પુરું પાડવું જોઈએ : કેટરિના

March 21, 2018 at 4:27 pm


કેટરિના કૈફનું કહેવું છે કે દરેક મહિલાએ તેની આસપાસની મહિલાઆેને પ્રાેત્સાહન પૂરું પાડવું જોઈએ. કેટરિનાનું કહેવું છે કે આપણી આસપાસની મહિલાઆે માટે આપણે શું કરીએ છીએ એ વિચારવું ખૂબ જ જરુરી છે અને એ માટે આપણે આપણું માઇન્ડસેટ બદલવું જોઈએ. આ વિશે વધુ જણાવતાં કેટરિનાએ કહ્યું હતું કે મને થોડા સમય પહેલાં જ એક સવાલ થયો કે આપણે ગમે તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં કેમ ન હોઈએ આપણી આસપાસની મહિલાઆેને આપણે સપોર્ટ કરીએ છીએ ખરાંં મારા કામના સ્થળે મારી આસપાસની દરેક મહિલાને મારાથી શક્ય હોય એટલો સપોર્ટ કરવાનો મેં નિર્ણય લીધો છે. કેટલીક વાર હરીફાઈવાળા માઇન્ડસેટને કારણે આપણે આપણી સાથીઍક્ટરને સપોર્ટ નથી કરી શકતાં. મારી આસપાસની તમામ મહિલાઆેને પ્રાેત્સાહન, મદદ અને સપોર્ટ કરવાનો હું પૂરોપૂરો પ્રયત્ન કરીશ. તેઆે મારા માટે શું કરે છે એ જોવા કરતાં તેમને આગળ વધવા માટે હવે હું પ્રયત્ન કરીશ.
રેમોની ડાન્સ-ફિલ્મમાં જોવા મળશે કેટરિના અને વરુણ

વરુણ ધવન અને કેટરિના કૈફ હવે એક ડાન્સ-ફિલ્મમાં સાથે જોવા મળશે. રેમો ડિસોઝાની આ ફિલ્મને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડાન્સ-ફિલ્મ કહેવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે પ્રભુ દેવા પણ જોવા મળશે. એબીસીડી અને એબીસીડી-2 બાદ રેમો ફરી ડાન્સ-ફિલ્મ બનાવી રહ્યાે હોવાથી આ ફિલ્મ એબીસીડી-3 હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે એમાં પ્રભુ દેવા, વરુણ અને રેમો છે. 2019ની 8 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મની જાહેરાત વરુણે ટિંટર પર કરી હતી. આ વિશે રેમોએ કહ્યું હતું કે બોલીવુડની સૌથી મોટી મ્યુઝિક-કંપની દ્વારા મ્યુઝિક અને ડાન્સની ફિલ્મ પ્રાેડéુસ કરવામાં આવી રહી છે. બોલીવુડના બેસ્ટ ડાન્સરમાંનો એક વરુણ છે અને કેટરિનાએ પણ તેની ડાિન્સંગ-સ્કિલ લોકોને દેખાડી છે.
તેમને ડિરેક્ટ કરવાનો ચાન્સ મળતો હોવાથી વધુ મને શું જોઈએ.

Comments

comments