મહુવામાંથી મોડી રાત્રે જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા

August 27, 2018 at 12:38 pm


પોલીસે કુલ રૂપિયા 35,880નો મુદ્દામાલ કબ્જે કરી હાથ ધરેલી કાર્યવાહી

મહુવા શહેરમાં મોડી રાત્રીના જાહેરમાં જુગારની બાજીમાંડી બેઠેલા છ શખ્સોને પોલીસે કુલ રૂપિયા 35,880 સાથે ઝડપી લીધા હતા.
શ્રાવણ માસમાં સાતમ-આઠમ પર્વને આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર અને જિલ્લામાં શ્રાવણી જુગાર રમવાના શોખીનો પણ પુરબહારમાં ખીલ્યા છે. જેમાં મહુવા શહેરના મહાકાળીનગરમાં મોડી રાત્રીના જાહેરમાં જુગારની બાજી માંડી બેઠેલા અરવિંદબાબુ ડાભી (ઉ.વ.38, રે.પ્લો.નં.33, મોટા જાદરા રોડ), સંજય ઉર્ફે બુધો ધીરૂ ડાભી (રે.પ્લો.નં.9, મહાકાળીનગર), પંકજ રતિભાઇ રાઠોડ (રે.વિશ્વકમાર્નગર), ગોવિંદ (રે.બ્લોક નં.9, રૂમ નં.37) અને લાલો પરમાર (ઉ.વ.29, રે.મહાકાળીનગર) ને મહુવા પોલીસે ત્રાટકી રૂપિયા 35,880 સાથે ઝડપી લઇ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL