મહુવામાં એક જયારે સિહોરમાં થયેલો અડધો ઇંચ વરસાદ

August 28, 2018 at 2:54 pm


ભાવનગર, ઉમરાળા, વંભીપુર, ગારિયાધાર, પાલિતાણા અને તળાજામાં હળવા ઝાપટા ઃ ઘોઘા અને જેસર પંથક કોરા

ભાવનગર જિલ્લામાં ગઇકાલે દિવસ દરમ્યાન મેઘ વિરામ રહ્યા બાદ બપોર બાદ મહુવામાં એક જયારે સિહોરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે ઉમરાળા, વંભીપુર, પાલિતાણા, ગારિયાધાર અને તળાજા ઉપરાંત ભાવનગર શહેરમાં હળવા ઝાપટા વરસ્યા હતા.
ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસના બીજા પખવાડીયાના પ્રારંભે ગઇકાલે દિવસ દરમ્યાન મેઘ વિરામ રહ્યા બાદ સાંજના સમયે મહુવામાં ચડી આવેલા કાળા ડીબાંગ વાદળો વચ્ચે એક ઇંચ વરસાદ પડયો હતો. જયારે સિહોરમાં પણ અડધો ઇંચ વરસાદ પડતા રસ્તાઆે પર પાણી ફરી વળ્યા હતા. મહુવા, સિહોર ઉપરાંત ભાવનગર શહેર તેમજ વંભીપુર, ઉમરાળા, ગારિયાધાર શહેર તેમજ વલભીપુર પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા. જયારે ઘોઘા અને જેસર પંથક કોરા રહ્યા હતા.
દરમ્યાનમાં આજે સવારે પુરા થતા ર4 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 31.9 ડિગ્રી, લઘુત્તમ ર4 ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા જયારે પવનની ઝડપ પ્રતિ કલાક 8 કિલોમીટરની રહી હતી.

Comments

comments

VOTING POLL