મહુવામાં વેપારીની દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવનાર શખ્સની સરભરા કરતી પોલીસ

February 12, 2019 at 2:44 pm


રીન્કુ સોસાયટીમાં રહેતા કરિયાણાના વેપારીને માર મારી હુમલો કર્યાની ફરિયાદ નાેંધાવાતા પોલીસે હાથ ધરેલી કાર્યવાહી

મહુવા શહેરમાં કરિયાણાના વેપારી પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કર્યાની નાેંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે શખ્સને ઝડપી લઇ તેની આગવી સરભરા કરી લોક-અપ હવાલે કરી દીધો હતો.
મહુવા પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મહુવાની રીન્કુ સોસાયટીમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા મનસુખભાઇ ઉકાભાઇ સોલંકીએ જે.કે. હડીયા નામના શખ્સ વિરૂધ્ધ એવી ફરિયાદ નાેંધાવી હતી કે પોતાની દુકાનમાં ધસી આવી તોડફોડ કરી પોતા પર અને પરિવાર પર હુમલો કરી ભયનો માહોલ ઉભો કરી નાસી છુટéાે હતો.
મનસુખભાઇએ નાેંધાવેલી ફરિયાદના આધારે મહુવા પોલીસ મથકના નવનિયુક્ત પીઆઇ દિપક મિશ્રાએ આરોપી જે.કે. હડીયાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ તેની આગવી સરભરા કરી તેની વિરૂધ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નાેંધી લોક-અપ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહુવા પોલીસ મથકમાં નવનિયુક્ત પીઆઇ દિપક મિશ્રાની લુખ્ખા અને આવારા તત્વો પરની ધાકનને લઇ આવા તત્વોમાં ફફડાટ ફલેલાયો છે અને મહુવાને લાંબા સમય બાદ બાહોશ પોલીસ અધિકારી મળતા નગરજનોમા ંરાહત સાથે આનંદની લાગણી છવાઇ છે.

Comments

comments

VOTING POLL