મહેબૂબ કે બિગડે બોલ…

July 18, 2018 at 10:14 am


જમ્મુ અને કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના વડા મહેબૂબા મુãતીએ કેન્દ્રની મોદી સરકારને હમણાં એવી ધમકી આપી હતી કે, રાજ્યમાં જો ભારતીય જનતા પાર્ટી પીડીપીને તોડવા પ્રયાસ કરશે તો કશ્મીરમાં સલાઉદ્દીન જેવા અનેક આતંકીઆે પેદા થશે અને રાજ્યની સ્થિતિ 90ના દાયકા જેવી વિપરીત થશે.એક મુખ્ય મંત્રી દરંાના નેતાને આવા શબ્દો શોભતા નથી. હમણાં સુધી ભાજપ અને પીડીપી બંને સાથે મળીને કાશ્મીરમાં સરકાર ચલાવી રહ્યા હતા અને હવે એક બીજાના દુશ્મન થઇ ગયા છે.

મહેબૂબા મુãતીએ જણાવ્યું કે, જમ્મુ-કશ્મીરમાં 1987માં યોજાયેલી ચૂંટણીમાં ગડબડ થઈ તો યાસીન મલિક અને હિઝબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાઉદ્દીન જેવા અલગતાવાદી નેતાઆે અસ્તિત્વમાં આવ્યા. હવે જો ભારતીય જનતા પાર્ટી અમારા પક્ષને તોડવા પ્રયાસ કરશે અને કશ્મીરીઆેના હક સાથે છેડછાડ કરશે તો સ્થિતિ પહેલા કરતાં પણ વધુ ખરાબ થશે.

મહેબૂબા મુãતીનું આ વિવાદાસ્પદ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજેપીના સહયોગી અને પૂર્વ અલગતાવાદી નેતા સજજાદ લોનની પાર્ટી પીપલ્સ કોન્ફરન્સ પીડીપીમાં એક રાજકીય નિયંત્રણ સ્થાપિત કરીને તેના બળવાખોર ધારાસભ્યોનો ટેકો મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.ખરેખર તો રાજકીય પાર્ટીઆેએ નિવેદનબાજી કરવાને બદલે પ્રાંતમાં શાંતિ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ.

Comments

comments

VOTING POLL