મહેસુલી અધિકારીઆેનો સૌરાષ્ટ્ર ઝોનનો સેમિનાર ટૂંકાવાશે

August 29, 2018 at 3:03 pm


આગામી તા.6 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે યોજાનારા મહેસુલી વિભાગના સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીઆેનો સેમિનાર ટૂંકાવવાનો નિર્ણય કરાયો છે. અગાઉ કરાયેલી જાહેરાત મુજબ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી આ સેમિનાર યોજાનાર હતો પરંતુ હવે બપોરના 2 વાગ્યે સેમિનાર સંપન્ન કરી દેવાશે.

ફાઈલ મોનિટરિ»ગ ટ્રેકિંગ સીસ્ટમ (એફએમટીસી)માં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઆેમાં દસ્તાવેજો કોમ્યુટરમાં અપલોડ કરવાની કામગીરી મોટા પ્રમાણમાં બાકી છે. રાજકોટ જિલ્લામાં 20થી 25 ટકા આ કામગીરી બાકી છે. બિનખેતીની અરજી આેનલાઈન કરવાની પ્રક્રિયા આગામી મહિનાથી સમગ્ર રાજ્યમાં શરૂ થવાની છે. સાથોસાથ સરકારની અનેક યોજનાઆેના લાભ લેવા ઈચ્છનારાએ આેનલાઈન અરજી કરવી પડશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ફાઈલ મોનિટરિ»ગ ટ્રેકિંગ સીસ્ટમમાં જેટલા દસ્તાવેજો અપલોડ કરવાના બાકી હોય તે કામગીરી તાત્કાલીક પુરી કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત 7/12ના દાખલાના સ્કેનિંગની સમીક્ષા કરાશે. આ સેમિનારમાં સૌરાષ્ટ્રભરમાંથી કલેકટરો, ડેપ્યુટી કલેકટરો, પ્રાંત અધિકારીઆે, મામલતદારો સહિતના 400થી વધુ અધિકારીઆે હાજર રહેશે. બપોરે 2 વાગ્યે સેમિનાર પુરો થશે અને આ સેમિનારમાં મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ અને મહેસુલ સચિવ પંકજકુમાર સહિતના અધિકારીઆે માર્ગદર્શન આપશે.

Comments

comments

VOTING POLL