મહેસૂલ વધતાં સિમેન્ટ અને એ.સી. પરનો જીએસટી ઘટે તેવી સંભાવના

July 28, 2018 at 11:05 am


વોશિંગ મશીન અને ફ્રિઝ જેવી વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડીને મધ્યમ વર્ગને રાહત આપ્યા બાદ સરકાર હવે અન્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી ઘટાડે તેવી સંભાવના છે. કેન્દ્રીય મંત્રી અણ જેટલીએ આશા વ્યક્ત કરતાં કહ્યું કે આવનારા દિવસોમાં મહેસૂલી આવક વધવા પર સિમેન્ટ, એરકંડીશનર, ટીવી જેવા ઉત્પાદનો ઉપર પર પણ જીએસટીમાં કાપ મુકવામાં આવશે. આવું થવા પર જીએસટીના 28 ટકા સ્લેબમાં માત્ર લકઝરી અને અવગુણી એટલે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ જ રહી જશે. જો કે જેટલીનું કહેવું છે કે જીએસટીના દરમાં કાપ કરીને અત્યાર સુધી આપવામાં આવેલી છૂટથી સરકારના ખજાના ઉપર 70,000 કરોડ પિયાનો ભાર પડયો છે.
ગત વર્ષે જુલાઈથી લાગુ જીએસટીમાં સરકાર 384 વસ્તુઓ પર દરમાં કાપ કરી ચૂકી છે. 21 જૂલાઈએ મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં લગભગ 88 વસ્તુઓ અને સેવાઓ પર જીએસટીના દર ઓછા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે 28 ટકાવાળા સ્લેબમાં માત્ર 35 વસ્તુઓ જ બચી છે. જેટલીએ શુક્રવારે પોતાની પોસ્ટમાં આ વાત કહી હતી. જેટલીએ આ પોસ્ટમાં કોંગ્રેસ પક્ષ ઉપર પણ નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે જીએસટી લાગુ થતાં પહેલાં ઘરમાં ઉપયોગી મોટાભાગની વસ્તુઓ પર 31 ટકાના દરથી પરોક્ષ કર લાગતો હતો જે ‘કોંગ્રેસ ટેક્સ’ હતો.
જેટલીએ કહ્યું કે આજે 28 ટકા જીએસટીવાળા સ્લેબની વસ્તુઓને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવી રહી છે. આ શ્રેણીમાં જે આઈટમ બચી છે તેમાં મોટાભાગની લકઝરી અને સિન ગુડસ છે. જો લકઝરી અને સિન ગુડસને બાદ કરવામાં આવે તો આ શ્રેણીમાં સિમેન્ટ, એરકંડીશનર અને મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન જેવી વસ્તુઓ બચે છે. તેમણે કહ્યું કે મહેસૂલમાં વૃદ્ધિ સાથે આ વસ્તુઓના દરમાં કાપ કરવામાં આવશે. આ પ્રકારે જીએસટી કાઉન્સીલે માત્ર 13 માસની અંદર 28 ટકા જીએસટીના સ્લેબને તબક્કાવાર રીતે લગભગ ખતમ કરી નાખ્યો છે.

Comments

comments

VOTING POLL