મહોબતપરા ગામે ર81લાભાર્થીઆેને અપાશે ઇ-ગૃહ પ્રવેશ

August 22, 2018 at 2:25 pm


આગામી તા. ર3મી આેગષ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજનાના રાજયના કુલ 1,પ1,પપ1 લાભાર્થીઆેને વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના જુજવા ગામેથી એક સાથે સામુહિક ઇ-ગૃહપ્રવેશ કરાવવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય કાર્યક્રમના સ્થળેથી રાજયના કુલ ર6 જીલ્લાઆેમાં ઇ-ગૃહપ્રવેશ વિડિયો કોન્ફરન્સથી કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના મહોબતપરા ગામે યોજાનાર કાર્યક્રમ અન્વયે કુલ ર81 લાભાથ}આેને ઇ-ગૃહપ્રવેશ કરાવાશે. તો ર3મી આેગષ્ટના રોજ મહોબતપરા ગામે સવારે 10ઃ30 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઇ મોરી તથા વિશેષ મહેમાન તરીકે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને કલેકટર મુકેશ પંડયા ઉપિસ્થત રહેનાર છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી અજય દહિયા અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. ધાનાણી પણ ઉપિસ્થત રહેનાર છે.

આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટુંબોને રૂા. 1,ર0,000/- અને મનરેગા હેઠળ લાભાથ}ને 90 દિવસની રોજગારી પુરી પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ દ્વારા ગ્રામ્ય વિસતારમાં વસતા ઘર વિહોણા અને જર્જરતી મકાનોમાં વસતા પરિવારોને ઘરના ઘરનું સ્વપન પરિપૂર્ણ થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ હેઠળ પરફોર્મન્સમાં પોરબંદર જીલ્લાનો રાણાવાવ તાલુકો નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક છે જયારે પોરબંદર જીલ્લાે બીજા ક્રમે છે.

મહોબતપરા ગામ ઉપરાંત પોરબંદર તાલુકાના કુછડી અને રાણાવાવ તાલુકાના ભોદ ગામે પણ સેટકોમની ઉભી કરાયેલ વ્યવસ્થા દ્વારા ગ્રામજનો પ્રધાનમંત્રીના આ કાર્યક્રમને નિહાળી શકશે.

Comments

comments

VOTING POLL