માંગરોળઃ કાર અકસ્માતમાં કન્યાના ભાઇ સહિત 4ના મોતથી ગામ શોકમગ્ન

February 11, 2019 at 12:03 pm


માંગરોળ-પોરબંદર હાઈવે પર શનિવારે મધરાતે રહીજ નજીક ચાલકે કાબુ ગુમાવતા ફંગોળાયેલી કાર જંગલખાતાએ વટેમાગું માટે બનાવેલી ઝૂંપડીમાં ઘુસી જતા તેમાં સવાર ચાર જુવાનજોધ મિત્રોના કરુણ મોત નીપજયા હતા. લગ્ન પ્રસંગે ભેગા થયેલા મિત્રો મોડી રાત્રે ચા, નાસ્તો કરવા જતા હતા ત્યારે આ અકસ્માત સજાંયો હોવાનું કહેવાય છે. બનાવને પગલે પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
શીલ તરફ જતા આ રસ્તે દસેક દિવસ પહેલાં થયેલા એક્સિડન્ટમાં દરજી પરિવારના ત્રણ જાનૈયાઆેના મોત નીપજયાની ઘટના હજુ તાજી છે. ત્યાં ફરી આ માગં રકતરંજીત થતા ચાર જીંદગીઆે અકાળે સમેટાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના માંડવી ગેઈટ વિસ્તારમાં બજરંગવાડીમાં લુહાર પરિવારને ત્યાં પુત્રીનો લગ્ન પ્રસંગ હતો. રાત્રીના ડાંડીયારાસનો કાયંક્રમ પૂણં થયા બાદ મહેમાનોને ઘરે મુકી બે વાગ્યે યુવતીના ભાઈ સહિત ચાર મિત્રો ટાટા ઈન્ડિગો ( 20 3673) લઈ નજીકના રહીજ ગામે ચા, નાસ્તો કરવા નીકળ્યા હતા. દરમ્યાન પાંચેક કિ.મિ. દુર કલ્યાણધામ પાસે પહાેંચતા ફુલ સ્પીડમાં રહેલી કાર કોઈ કારણોસર દુર સુધી ફંગોળાયા બાદ પલ્ટી મારી મુસાફરોના વિશ્રામ માટે રસ્તાની સાઈડમાં આવેલા સ્ટેન્ડમાં ઘુસી ગઈ હતી.
મધરાતે બનેલી ઘટનાની સવાર સુધી કોઈને જાણ થઈ ન હતી. સવારે આ અંગેની જાણ થતા નજીકના વરામ પરિવારના મુિસ્લમ યુવાનો જેસીબી લઈને ઘટના સ્થળે દોડી ગયા હતા. ભયંકર અકસ્માતને પગલે કાર ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ હતી. આજુબાજુના લોકોની મદદથી કારના દરવાજા તોડી ચારેય યુવાનોને મૃતદેહો બહાર કાઢી સરકારી હોસ્પિટલે
ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે વિકી પ્રકાશભાઈ પીઠવા, નિખિલ મહેશભાઈ વાળા, દિવ્યેશ દિનેશભાઇ કરમટા તથા મોહિત રાજાભાઈ કોડીયાતરને મૃત જાહેર કરી પી.એમ.ની કાયંવાહી હાથ ધરી હતી.
મૃતક વિકી ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળેલ છે. બહેનના ગઇકાલે લગ્ન લેવાય તેના ગણતરીના કલાકો પહેલાં જ ભાઈનાં અકાળે મૃત્યુથી લુહાર પરિવારમાં ઘેરી ગમગીની છવાઈ ગઈ હતી. જયારે નિખિલના પિતાનું રાજકોટ ખાતે નવ વષં પહેલા મૃત્યુ થતા તે પોતાની માતા અને બહેન સાથે મામાના ઘરે રહેતો હતો. શહેરના ચાર યુવાનો એકસાથે મોતને ભેંટતા પરિવારોમાં ઘેરો શોક છવાયો છે.

Comments

comments

VOTING POLL