માંગરોળમાં ભાજપના સ્ટાર પ્રચારક પહોંચી નહીં શકતા સભા આટોપી લેવાઇ: લોકો નિરાશ

April 20, 2019 at 11:08 am


માંગરોળમાં શુક્રવારે ભાજપની જાહેર સભામાં સ્ટાર પ્રચારક પરેશ રાવલ પ્રતિકુળ હવામાનને લીધે કેશોદ ખાતે ચાર્ટર્ડ પ્લેન લેન્ડ ન થઈ શકયાનું જણાવી સભા આટોપી લેવાતા અનેક ચચર્ઓિ ઉઠી હતી.ગુજરાતમાં ભાજપ માટે ટફ પૈકીની એક ગણાતી જુનાગઢ બેઠક માટે પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ મુદ્દે લોકોમાં નારાજગી વચ્ચે ગામડાઓમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અત્રેના લીમડાચોકમાં શુક્રવારે સાંજે 4:30 કલાકે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેતા અને ભાજપ્ના પ્રચારક પરેશ રાવલ લોકોને સંબોધવાના હતા. અભિનેતાને જોવા અને સાંભળવાની લોકોમાં ઉત્કંઠા હોય, નિર્ધિરિત સમયથી જ લોકો એકત્ર થવા માંડયા હતા. શરૂઆતમાં હોદેદારોએ પરેશ રાવલ આવે છે…થોડી વારમાં આવે છે… કહી લોકોને જકડી રાખવા પ્રયત્ન કયર્િ હતા. મંચસ્થ આગેવાનોએ વકતવ્ય (ભાષણ) આપ્યા હતા. પરંતુ સાત વાગ્યા સુધી પ્રચારક પરેશ રાવલ આવ્યા ન હતા. આખરે સવા સાત વાગ્યે હવામાન અનુકૂળ ન હોવાને લીધે કેશોદ ખાતે પ્લેન લેન્ડ ન થઈ શકતા પરેશ રાવલ આવી શકયા ન હોવાનું ઉપસ્થિત જનમેદનીને કારણ દશર્વિી સભા સંપન્ન કરી લેવાતા લોકો નિરાશ પરત ફયર્િ હતા. જો કે હવામાનનું જ કારણ હતું કે અન્ય કાંઈ? તે અંગે લોકોમાં અનેકવિધ વાતો થઈ રહી છે.

Comments

comments