માંગરોળ તલાટી મંત્રી મંડળ દ્વારા પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર સુપરત

September 11, 2018 at 11:13 am


તલાટી કમ મંત્રી સંવગંના પ્રશ્નોને લઈને સરકારમાં અનેકવાર રજુઆતો છતાં તંત્ર દ્રારા દુલંક્ષતા સેવાતી હોય, માંગરોળ તાલુકા તલાટી કમ મંત્રી મંડળે મામલતદારને આવેદન પાઠવી સકારાત્મક નિણંય લાવવા માંગ કરી છે. આવેદન પત્રમાં જણાવાયા મુજબઃ- ત.ક.મંત્રીને ઉચ્ચતર પગાર ધોરણમાં વષોંથી અન્યાય થાય છે. બઢતીની તકો પણ આેછી છે. સરકાર પંચાયત સંવગંના ત.ક.મંત્રીના કમંચારીઆેને પગાર ધોરણમાં થતા અન્યાયને દુર કરવા ઠરાવ કયોં હોવાનું સ્વીકારે છે. પરંતુ તેમાં મુકેલી શરતોને લીધે કમંચારીઆેને કોઈ લાભ થતો નથી. આ ઉપરાંત સકંલ ઈન્સપેકટરની જગ્યા વિસ્તાર અધિકારીમાં અપગ્રેડ કરવામાં આવી હોવાનો અથંતંત્ર દ્રારા દાવો કરાય છે. પરંતુ ત.ક.મંત્રીને પ્રથમ બઢતી વિસ્તરણ અધિકારી પંચાયતમાં મળે તેવી સમજૂતી સામે નારાજગી વ્યકત કરી છે. પંચાયત ઉપરાંત સહકાર, આંકડા, નાયબ ચીટનીશની જગ્યાએ બઢતી આપવા અનેક રજૂઆત થઈ છે. ત.ક. મંત્રીમાં ફિકસ પગારથી ભરતી થયેલ તમામ કમીંઆેની નિમણૂંક તારીખથી જ સળંગ સેવા ગણવા પણ અગાઉ વારંવાર જણાવાયું છે. વધુમાં સરકારે 1800 મહેસુલ તલાટીઆેની ભરતી કરી છે. પરંતુ તેઆેએ કરવાની થતી કામગીરી તેઆે કરતા નથી કે ગામે હાજર રહી ફરજ બજાવતા નથી. હાલમાં 4199 મહેસુલ તલાટીઆે હોવા છતાં કામગીરી ત.ક.મંત્રી પાસે કરાવાય છે. ફીકસ પગારની નીતિથી ભરતી થઈ હોવાથી પ્રથમ પાંચ વષં કોઈ લાભ મળતા નથી. નવી પેન્શન યોજના હેઠળ જીવન નિવાંહ પણ ન થાય તેટલું પેન્શન આપવાની નીતિ બંધ કરી જુની પેન્શન યોજના શરુ કરવા પણ માંગ કરવામાં આવી છે. ઉપરોકત બાબતે તંત્ર ઉદાસીનતા દાખવશે તો મહામંડળની કારોબારી સભામાં થયેલ ઠરાવ મુજબ તબક્કા વાર કાયંક્રમ યોજી વિરોધ પ્રદશિંત કરવાની ચિમકી આપવામાં આવી છે.

Comments

comments

VOTING POLL