માંગરોળ શીલ પાસે ગૌવંશની સામૂહિક હત્યા મામલે ચકકાજામ, ગામ બંધ રહ્યું

September 8, 2018 at 2:51 pm


માંગરોળ નજીકના ખરેડા ફાટક પાસે દસેક દિવસ પહેલા આઠ ગાય સહિત નવ ગૌવંશના ઝેરી અસરથી થયેલા મોતની ઘટનામાં પોલીસ કાયંવાહી ન કરતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ બંધ પાળી, રસ્તાઆે ચક્કાજામ કરી, ટાયરો સળગાવ્યા હતા. જો કે પોલીસે ઘટના સ્થળે પહાેંચી સમજાવટ હાથ ધરતા મામલો થાળે પડયો હતો.
શીલ પાસેના ખરેડા ફાટક પાસે ગત તા.27ના વહેલી સવારે અનેક ગાયો અને ધણખુંટ તરફડયા મારતા હતા. જે પૈકી નવ જેટલા પશુઆેના મોત નીપજયા હતા. પ્રાથમિક અનુમાન મુજબ ઝેરી લાડવા ખવડાવી અબોલ પશુઆેને મોતને ઘાટ ઉતારાયા હોવાનું જણાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. તાજેતરમાં આજુબાજુના આઠ થી દસ જેટલા ગામોની ગૌશાળાના સંચાલકો, ગ્રામજનોએ મામલતદાર અને ડીવાયએસપીને આવેદન પાઠવી જવાબદારો સામે કડક કાયંવાહી કરવા માંગ કરી હતી. દરમ્યાન પોલીસ ગૌહત્યારાઆેને પકડતી ન હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ બંધ પાળ્યો હતો. આ ઉપરાંત અત્રે એકઠા થયેલા 100થી વધુ લોકોએ ખરેડા ચોકડીથી કારેજ, સરસાલી, આંત્રોલી, કેશોદ તરફ જતા રસ્તાઆે પર આડશ ગોઠવી ચકકાજામ કરી ટાયરો સળગાવી આક્રાેશ વ્યકત કયોં હતો. બનાવની જાણ થતા માંગરોળ ડીવાયએસપી એચ.એમ.જાડેજા, પીએસઆઈ ચૌહાણ, પીએસઆઈ બોદર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ઘટના સ્થળે હાજર રહેલા લોકોને ડીવાએસપી જાડેજાએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ જ છે. આ કૃત્ય બાબતે કોઈ પર શંકા હોય તો નામ આપવા જણાવ્યું હતું. જુનાગઢ જીલ્લામાં કલમ 144 લાગુ હોય કાયદો હાથમાં ન લેવા જણાવતા લોકો વિખેરાયા હતા અને વાહન વ્યવહાર પૂવંવત થયો હતો.

Comments

comments

VOTING POLL