માંડવીની રસકસની દુકાનમાં ભીષણ આગ ભભુકી

February 7, 2018 at 9:36 pm


આગજનીના બનાવમાં લાખોનાે મુદ્દામાલ ભસ્મીભુત

બંદરીય શહેર માંડવી ખાતે આવેલી રસકસની દુકાનમાં એકાએક આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. કલાકોની જહેમત બાદ આ આગને કાબુમાં કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતાે મુજબ મેઈન બજારમાં આવેલી રસકસની દુકાનમાં આજે બપાેરે કોઈ કારણોસર આગ લાગતા તાત્કાલીક આ બાબતે અગ્નિ સમન દળની ટુકડીને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ટુકડી સ્થળ ઉપર પહાેંચી ગઈ હતી અને પાણીનાે મારો ચલાવાયો હતાે. આ સમગ્ર ઘટનામાં રસકસની દુકાનમાં લાગેલી આગને લઈને આસપાસના વેપારીઆેમાં ભયનાે માહોલ જોવા મળ્યો હતાે. આ બનાવને લઈને માંડવી પાેલીસ પણ સ્થળ ઉપર પહાેંચી ગઈ હતી અને આ બનાવને લઈને આસપાસના વેપારીઆે પણ પાેતાના માલ-સામાન બચવતા નજરે પડâા હતા. સમયસુચકતાને લઈને કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ રસકસની દુકાનમાં રહેલ તમામ મુદ્દામાલ ભસ્મીભુત થઈ જવા પામ્યો હતાે. ત્રણથી ચાર ફાયર ફાઈટરની ટીમે લાગેલી આગને કાબુમાં કરી હતી. અહીં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

Comments

comments

VOTING POLL