માણાવદરઃ કપાસ, મગફળીનો ગત વર્ષનો પાક વીમો ચૂકવવા, ગોટાળા કરનાર વીમા કંપની બ્લેકલિસ્ટ કરવા માગ

June 11, 2019 at 11:15 am


માણાવદર ગયા વર્ષે ગુજરાત માં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી અને ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં મગફળી અને કપાસ નો પાક નિષ્ફળ ગયો હોય આવા સંજોગો માં જુનાગઢ જીલ્લામાં મગફળી નો જે પાક વીમો ચૂકવવા મા આવીયો તેમાં ઘણી વિસંગતતા જોવા મળેલ છે. જે ગામનું ઉત્પાદન વધુ હતું તેને વધુ વીમો મળેલ હતો અને જે ગામો માં પાક અખતરા વખતે આેછુ ઉત્પાદન જોવા મળેલ હતું તેને આેછો વીમો મંજુર કરવામાં આવીયો હતો સરકાર આ બાબતે ખાસ નિવૃત જજ ની કમીટી બનાવી તપાસ કરે અને વીમા કંપનની આેજે ગોટાળા કરીને ખેડૂતો હકના દાવાની રકમ વીમા કંપનની આેએ પચાવવા પ્રયાસ કરેલ છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આવી કંપનની આેને બ્લેક લિસ્ટ કરવામાં આવે કાયમ માટે આવી કંપનની આેને બાકાત કરવી જોઈએ તેમજ કપાસ નો વીમો હજુ સુધી ચુકવેલ નથી તો કેટલા દિવસ મા ચુકવે તેની ગુજરાત સરકાર જાહેરાત કરે તેવી માંગણી માણાવદર તાલુકા કાેંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી કરી હતી.

Comments

comments

VOTING POLL