માણાવદરના કોયલાણા ખેત મજૂર મહિલા ઉપર વાડી માલિક સહિત ત્રણ શખસોનો બળાત્કાર

માણાવદરના કોયલાણા ગામે ખેતમજૂરીએ આવેલી મહિલાને વિવશ કરી ઈચ્છા વિરૂધ્ધ ૩ શખસોએ સામૂહિક બળાત્કાર ગુજારી બ્લેકમેઈલિંગ કરી રૂા.૧,૪૦,૦૦૦ રૂપિયા પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગે માણાવદર પોલીસમાંથી પ્રા વિગતો મુજબ ૧ મહિલાએ કોયલાણા ગામે થયેલા બનાવ અંગે ફશ્રિયાદ નોંધાવી હતી કે, ૧૦ મહિના પહેલા દેવશીરામની વાડીએ મજૂરી કરવા મહિલા ગઈ તયારે વાડી માલિકે મહિલાની મજબૂરીનો લાભ લઈ બિભસ્ત માંગણીથી તાબે ન થઈ મહિલાને કોઈ મજૂરીએ બોલાવશે નહીં તેમ જણાવી ખેતરમાં વાવેલા એરંડાની વચ્ચે લઈ જઈ બળાત્કાર ગુજાર્યેા હતો. તે દરમિયાન કાના અરજણ સોલંકી અને નગા સોલંકી પણ આવી ચડયા હતાં અને તારી વીડિયો કિલપ ઉતારી લીધી છે તેમજ જાતીય માંગણીની ના પાડશે તો કિલપ વાયરલ કરી દેવાની ધમકી આપી બન્ને કાના અને નગા સોલંકીએ પણ બળાત્કાર કર્યેા હતો. તો મહિલાના દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા.૧,૪૦,૦૦૦ રકમ પડાવી લીધી હતી. મહિલાની નોંધાયેલી ફરિયાદને લઈ પોલીસે ગુનો નોંધી ત્રણેય શખસોને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.