માણાવદર બેઠકના મતદારોની અપેક્ષાઓ સંતોષવા કટિબધ્ધ છું–જવાહર ચાવડા

May 24, 2019 at 11:34 am


Spread the love

માણાવદરના ધારાસભ્ય અને પેટાચૂંટણીમાં ગઈકાલે જવાહરભાઈ ચાવડાએ પોતાના વિજયનો શ્રેય મતદારોને આપી આવનારા સમયમાં આપેલી જવાબદારીઓમાં થશે અને માણાવદરના મતદારોની અપેક્ષા પુરી રીતે સંતોષસવા અગાઉની જેમ આજે પણ કટિબધ્ધ છે.
નરેન્દ્ર મોદી સરકારે માણાવદર ઉપરાંત હવે રાયકક્ષાના પ્રવાસન મંત્રી તરીકેની જે જવાબદારી સોંપી છે તેનો લાભ જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર્ર–ગુજરાતને આપવાની તેમન્ના છે અને તેની જીતનો શ્રેય જવાહર ચાવડાએ પક્ષના કાર્યકરો અને મતદારોને આપ્યો હતો.
મંત્રી જવાહરભાઈ ચાવડાને ૭૮,૦૧૭ મત મળેલ. યારે તેના પ્રતિસ્પર્ધી અરવિંદભાઈ લાડાણીને ૬૮,૩૪૯ મત મળેલ જે અંગે જવાહરભાઈ ચાવડા ૯૬૩૫ મતે વિજેતા થયા હતા. તો વિજેતા થયેલ જવાહરભાઈ ચાવડાનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું તેમજ કાર્યકરો અને આગેવાનો અને તેના વર્ગેાએ હારતોરા કરી મોં મીઠા કરાવ્યા હતા અને ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું.