માત્ર 2500 પિયા ચૂકવી નકલી આધાર કાર્ડ બનતું હોવાનો દાવો

September 12, 2018 at 10:57 am


આધાર કાર્ડના ડેટાબેઈઝની સુરક્ષાને લઈને ફરી સવાલ ઉઠવાનું શરૂ થઈ ગયું છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર 2500 રૂપિયા ચૂકવીને નકલી આધાર કાર્ડ બનાવી શકાય છે. જો કે ભારતીય વિશિષ્ટ આેળખ આેથોરિટી (યુઆઈડીએઆઈ)એ આ દાવાને ફગાવ્યો છે.
હોફિ»ગ્ટન પોસ્ટે ત્રણ મહિના લાંબી પડતાલ બાદ એક રિપોર્ટમાં કહ્યું કે આધારનો સોફટવેર હેક થઈ ચૂક્યો છે અને ભારતના અંદાજે એક અબજ લોકોની વ્યિક્તગત જાણકારી દાવ પર લાગી ચૂકી છે. એક સોફટવેર દ્વારા દુનિયામાં ક્યાંય પણ બેઠેલો વ્યિક્ત ગમે તેના નામનું આધાર કાર્ડ બનાવી શકે છે.
યુઆઈડીએઆઈએ નિવેદનમાં કહ્યું કે આધાર એનરોલમેન્ટ સોફટવેરના હેક કરવાનો રિપોર્ટ સંપૂર્ણ રીતે ખોટો છે. અમુક વ્યિક્તગત હિતોને કારણે જાણી જોઈને ગ્રમ ફેલાવવામાં આવી રહ્યાે છે. આધારના ડેટાબેઈઝને આંતરવા અસંભવ છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આધાર હેક કરનારો સોફટવેર 2500 રૂપિયામાં વોટસએપ પર વેચવામાં આવે છે. સાથોસાથ યુ-ટયુબ ઉપર પણ અનેક વીડિયો છે જેમાં એક કોડ દ્વારા કોઈના પણ આધાર કાર્ડ સાથે છેડછાડ કરી નવું આધારકાર્ડ બનાવી શકાય છે.

Comments

comments

VOTING POLL