માધવપુરના ‘માધવ’ ક્ષ્મણીનો વિવાહ ધામધૂમથી ઉજવાયો: મેળામાં હૈયે હૈયુ દળાયું

April 18, 2019 at 11:32 am


માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ ક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળામાં માનવ મેદની કિડયારું ઉભરાઈ તેમ ઉભરાઈ રહી છે. ભગવાન શ્રીકૃષ્ણનું રંગેચંગે સંપન્ન થઈ ચુકયું છે અને ત્યારબાદ કડછા ગામેથી ભાઈઓ ઘોડા, ઉંટ અને ઢોલ નગરાના નાદ અને ડીજેની રમઝટ સાથે વાજતે ગાજતે માધવરાય મંદિરે પહોંચી મામે ભરી ગયા હતા અને ધ્વજારોહણ કરાયું હતું દર વર્ષની જેમ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડજા ઉપતસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. ઉંટ, ઘોડા તેમજ તલવારબાજોએ પોતાની કલાનું પ્રદર્શન કરી લોકોને મંત્રગુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ મધ્યાને બે કલાકે માધવરાયજીનું સામૈયું લઈને મધુવનમાંથી ક્ષ્મણીજીના પિયરિયાઓ વાજતે ગાજતે માધવરાયજીના મંદિરે આવ્યા હતા ત્યારબાદ શ્રીકૃષ્ણને તિલક કરી ફુલહાર પહેરાવી પસ ભરાવી રથમાં બિરાજમાન કયર્િ હતા. તેમજ ભગવાનની જાન ધામધૂમથી ડાંડિયા રાસની રમઝટ સાથે મેઈન બજારમાં થઈ મેળા ગ્રાઉન્ડ સુધી પહોચી હતી ત્યારબાદ શ્રીકૃષ્ણ ભગવાનનો રથ 1 થઈ 1.5 કિલોમીટર પુરજોશમાં પવન વેગે દોડાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે, ક્ષ્મણીજીનું હરણ શ્રીકૃષ્ણએ કરેલ હતું તેથી શિશુપાલના આક્રમણના ભયથી રથ દોડાવવામાં આવે છે. ભગવાનની જાન મધુવનમાં પહોંચતા ત્યાં ક્ષ્મણીજીના પિયરિયાઓએ ભગવાનનું સામૈયુ કર્યુ હતું. ત્યાં શ્રીકૃષ્ણના પોખણા કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિધિવત પૌરાણિક કથા અનુસાર મંડપ મધ્યે શ્રીકૃષ્ણ ક્ષ્મણીના ગાંધર્વ લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન મંડપમાં યુગલ સ્વપને જમાડવામાં આવેલ કંસાર પધારેલ સર્વ ભાઈઓ-બહેનોને પ્રસાદ પે વહેચવામાં આવ્યો હતો.
તા.18ની સવારે 7થી 10 વાગ્યે ગુવારના રોજ પરણી ચુકેલા ભગવાનના યુગલ સ્વપને હાથોહાથ તિલક અને વધામણું કરવાનો લ્હાવો મધુવનમાં મંડપ મધ્યે મળશે ત્યારબાદ યુગલ સ્વપ નિજ મંદિરમાં પધારશે અને સર્વે ભાવિક ભકતો ગુલાલની છોળી ઉડાળશે અને સામસામી લગ્નોત્સવ અને મેળાની વ્યક્ત કરશે.

Comments

comments