માધવપુરના મેળામાં જાહેરનામાનો ભંગ થયો નથી

May 9, 2018 at 2:05 pm


પોરબંદરના માધવપુર ગામે રાષ્ટ્રીય કક્ષાના મેળામાં કેટલીક વિગત માટેની આર.ટી.આઈ. પોલીસ પાસે કરવામાં આવી હતી, જેમાં કેટલીક માહિતી અપાઈ છે.પોરબંદરના એડવોકેટ અને આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ આેડેદરાએ એવી માહિતી માંગી હતી કે માધવપુરના મેળામાં રાત્રે માઈક વગાડવાની પરવાનગી આપીને ડાયરાઆે યોજી જાહેરનામાનો ભંગ થયો છે કે કેમ ં તેવા સવાલના જવાબમાં પોલીસે એવું જણાવ્યું છે કે મેળો સાંસ્કૃિત્તક હતો અને તેનું આયોજન રાજ્ય અને કેન્દ્ર સરકારે કર્યું હતું તેથી તેમાં જાહેરનામાનો ભંગ થયેલ હોવાનું જણાઈ આવતું નથી. તે ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમના સીસી ટીવી ફંટેજ માંગવામાં આવ્યા હતા પરંતુ તે ફંટેજ પણ પોલીસ પાસે નથી તેથી માધવપુર ગ્રામપંચાયત અથવા પોરબંદર કલેક્ટર કચેરીએથી મળી જશે તેમ જણાવ્યું હતું. તે ઉપરાંત લોકડાયરા અને માઈકની પરવાનગીની નકલ પણ કલેક્ટર ખાતેથી જ મળશે તેમ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL