માધવપુર ગામમાં સિંહ આવી ચડતા ગ્રામજનો બન્યા ભયભીત

February 12, 2019 at 11:54 am


પોરબંદરથી 60 કિલોમીટર દૂર આવેલા માધવપુર ગામમાં એક સિંહ આવી ચડતા ગ્રામજનો ભયભીત બની ગયા છે, જો કે સોશ્યલ મીડીયામાં ચાર સિંહો ફરતા હોવાની વાયરલ થયેલી વિડીયો િક્લપ અન્ય સ્થળની હોવાનું વનવિભાગે જણાવ્યું છે.

બનાવની વિગત એવી છે કે પોરબંદર-સોમનાથ હાઈવે પર આવેલા યાત્રાધામ માધવપુરમાં ક્યાંકથી સિંહ આવી ચડતા અફડાતફડી મચી ગઈ હતી. ચાેંકાવનારી બાબત એ છે કે આ સિંહ ગામમાં ઘૂસી ગયો હતો અને અલગ-અલગ વિસ્તારોમાં તે આંટાફેરા કરતો હોવાથી લોકો ભારે ભયભીત બની ગયા હતા. માધવપુરના ગોકુલ આશ્રમથી માંડીને મધુબનના જંગલમાં અને પથ્થરની પડતર ખાણોમાં સિંહ આંટાફેરા કરતો હોવાનું લોકોને ધ્યાને આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પોરબંદરના ડી.એફ.આે. ઈશ્વરભાઈ દેસાઈના માર્ગદર્શન નીચે વનવિભાગના અધિકારીઆે અને કર્મચારીઆેનો કાફલો માધવપુર પહાેંચી ગયો છે અને ગામમાં આંટાફેરા કરી રહેલા સિંહને પકડવા કવાયત હાથ ધરી છે.

પોરબંદરના સોશ્યલ મીડીયામાં તેની િક્લપો વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. એક ફળીયામાંથી દોડતો-દોડતો સિંહ નીકળતો હોય અને લોકો ભયભીત થઈને નાસભાગ કરતા હોય તેવા દ્રશ્યો સાથેની િક્લપો વાયરલ થઈ છે, તો અન્ય એક િક્લપમાં ચાર જેટલા સિંહો દરિયાઈ પટ્ટી પર ફરતા હોવાની િક્લપ પણ વાયરલ થતાં લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. જો કે વનવિભાગના મુખ્ય અધિકારી દેસાઈએ એવું જણાવ્યું હતું કે એ િક્લપ અન્ય સ્થળની હોવાનું જાણવા મળે છે. એક જ સિંહ માધવપુરમાં જોવા મળ્યો છે અને તેને પકડી પાડવા માટે વનવિભાગ પ્રયત્નો કરી રહ્યું છે.
માધવપુરમાં જે સિંહ આંટાફેરા કરી રહ્યાે છે તેણે એક આધેડ ઉપર હુમલો કર્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે વનવિભાગ દ્વારા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિંહ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતો નથી પરંતુ કોઈ સિંહને છંછેડે તો તેના હુમલો કરવાના બનાવો બની શકે છે.

Comments

comments

VOTING POLL