માધવ પાર્કના લોહાણા આધેડની હત્યાનો પ્રયાસઃ બિલ્ડર સામે ગુનો નાેંધાયો

November 8, 2019 at 4:40 pm


શહેરના રોડ પર માધવ પાર્ક માં રહેતા લોહાણા આધેડ પર શ્રદ્ધા ગાર્ડન નજીક ગોકુલ પાન પાસે સરાજાહેર છરીથી હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. લોહાણા યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડર ફરાર થઈ ગયો હતો જૂની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાંચને માલવિયાનગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી છે આ બનાવ પાછળ સ્ત્રી પાત્ર કે ઉઘરાણી તો ડખ્ખો કારણભૂત હોવાનું પોલીસ માની રહી છે.

પરંતુ માધવ પાર્ક સોસાયટીમાં રહેતા તારેશ હીમંતભાઈ દક્ષિણ (ઉવ53)નામના લોહાણા આધેડ આજે સવારે દોશી હોસ્પિટલ પાછળ આવેલા અને પંકાયેલા શ્રદ્ધા ગાર્ડન નજીક ગોકુલ પાન પાસે ઉભા હતા. ત્યારે 150 ફુટ રોડ પર ર માધવ પાર્ક સોસાયટીમાં રહેતો કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો બિલ્ડર કપિલ વાજા નામનો શખ્સ પોતાની ફોચ્ર્યુનર કાર માં આવ્યો હતો અને પણ સાથે ઝઘડો કર્યો હતો અને તેની પાસે રાખેલી છરી વડી લોહાણા આધેડ ઉપર હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં તારેશ દક્ષિણી ક્યાં પડéા હતા તેમણે પ્રથમ દોશી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું પોલીસ જણાવી રહી છે. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન. ચુડાસમા સહિતનો સ્ટાફ સ્ટલંગ હોસ્પિટલ ખાતે પહાેંચ્યો હતો. પોલીસે આ બનાવ અંગે હત્યાની કોશિશનો ગુનો નાેંધ્યો છે જુનો હુમલો કર્યો હતો બીજો કપિલ અગાઉ પણ વોરા વેપારી ઉપર હુમલો કરવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. પોલીસે હત્યાની કોશિષ કરનાર કપિલ ને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, આ બનાવ જયાં બન્યાે તે શ્રધ્ધા ગાર્ડન વિસ્તારમાં દિવસ-રાત આવારા તત્વોનો અડ્ડાે આ ગાર્ડન બની ગયું છે. મોડીરાત સુધી અહીયા લુખ્ખાઆે પડયા-પાથર્યા રહેતા હોય તેમજ આ વિસ્તારના રહેવાસીઆેએ અનેક વખત આ બાબતે પોલીસને રજૂઆત પણ કરી છે. દોશી હોસ્પિટલની પાછળ આવેલ સોસાયટી પાસે આવેલ શ્રધ્ધા ગાર્ડન ન્યુસન્સ પાર્ક બની ગયું છે ત્યારે આ ઘટના બાદ પોલીસ હવે અહીયા પડયા-પાથર્યા રહેતા તત્વો સામે કાર્યવાહી કરે તો આવા ઘણાં બધાં બનાવો બનતા અટકી શકે છે.

Comments

comments