માધાપરની જમીન મામલે કોર્ટના તિરસ્કારની અરજી થતાં અધિક મુખ્ય સચિવને હાઈકોર્ટની નોટિસ

September 7, 2018 at 12:17 pm


રાજકોટના માધાપર ઈન્ડ્રસ્ટીયલમાં આવેલ ગુજરાત સ્મોલ સ્કેલ ઈન્ડ્રસ્ટીઝવાળી જમીનમાં હરાજી દરમિયાન પાયલ ઈલેકટ્રીક ડેકોરેશન પેઢીએ ઉચી બોલી બોલતા 2010ની સાલમાં તે પેટે 2.25 કરોડ ભરી દીધા બાદ જમીનનો કબજો તેને સોપાય ગયેલ. તેમ છતાં રાજકોટ કલેકટરે આ જમીન ઉપર તેમનો બોજો છે અને નવી શરતની જમીન હોવા છતાં તેમની પૂર્વ મંજૂરી લીધા વગર હરાજી થયેલ હોવાથી દસ્તાવેજ સમય ફડચા અધિકારીને ન વાંધા પ્રમાણપત્ર આપવામાં આવેલ નથી.

તે સામે શુધ્ધ બુધ્ધિના ખરીદનારને હાઈકોર્ટ સમક્ષ કલેકટર સામે દાદ માગવી પડેલ. જેમા હાઈકોર્ટની સીગલ બેન્ચ તથા ડિવિઝન બેન્ચ દ્વારા ખરીદનારની તરફેણમાં હુકમો કરી રાજકોટ કલેકટરને સમય મર્યાદા સાથે આદેશ કરીને તેમનો બોજો ઉઠાવી લેવા જણાવેલ. પરંતુ હુકમનું પાલન ન થતાં હાઈકોર્ટે તત્કાલીન કલેકટર મનીષાબેન ચંદ્રા સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવામાં આવેલ. ત્યારબાદ તા.28/10/2017ના રોજ તત્કાલીન કલેકટરને ફરીથી કન્ટેમ્પ્ટની નોટિસ બજાવવામાં આવેલ અને હવે સુપ્રીમ કોર્ટમાં પણ ખરીદનારની તરફેણમાં ચૂકાદો આવી ગયેલ હોવા છતાં હુકમનું પાલન ન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા રાહુલ બી.ગુપ્તાને પ્રથમ નોટિસ નામજોગ કરી સમય આપવામાં આવેલ હતો. તેમ છતાં હુકમની અમલવારી નહી કરવામાં આવતાં હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ આેફ કોર્ટના કાયદા મુજબ તા.9/8/2018ના રોજ નોટિસ કાઢવા તેમજ આગળની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ હતો. તેઆેએ રૂબરૂમાં હાજર રહી કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરેલ છે. આ સોગંદનામા મુજબ કલેકટરએ હુકમનું પાનલ કરી મહેસુલ ખાતાને ગાંધીનગર પત્રો લખેલ હતાં પરંતુ ત્યાંથી આગળની કાર્યવાહી ન થયેલ હોવાથી અધિક મુખ્ય સચિવને કન્ટેમ્પની કાર્યવાહીમાં પક્ષકાર જોડીને નોટિસ કરવા હુકમ કરેલ છે.

ખરીદનારાઆે દ્વારા ચાલુ કામે વિવાદ ટૂકો કરવા માટે ફડચા અધિકારી પાસેથી કલેકટરના દાવા મુજબ વસૂલ કરવા પાત્ર રકમ ભરી આપવા રાજીખુશી બતાવેલ જે કોર્ટે મંજૂર રાખેલ છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ રકમ તા.27/4/2018થી ત્રણ અઠવાડિયામાં જમા કરાવવા સૂચના આપેલ છે. જેથી અનેક વખત મૌખીક તેમજ આ રકમ ભરવા લેખિતમાં પણ રજૂઆત કરવા છતાં જાણે હાઈકોર્ટના અને સુપ્રિમ કોર્ટના હુકમની કોઈ પરવા જ ન હોય તે રીતે રાજકોટ કલેકટર તરફથી કોઈ પ્રત્યુતર આપવામાં આવેલ નથી તેવી દલીલ અરજદારોના એડવોકેટ દ્વારા હાઈકોર્ટના નામ.ચીફ જસ્ટિસ સાહેબની ખંડપીઠ સમક્ષ કરવામાં આવેલ હતી. કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવેલ છે કે હુકમ મુજબની સૂચનાઆે પ્રાથમિક રીતે ભંગ થયેલ હોય તેમ જણાય છે. જેથી કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવામાં આવેલ છે. અરજદાર તરફે સેજપાલ એસોસીએટસ એડવોકેટ તરીકે હાજર રહેલ હતાં.

Comments

comments

VOTING POLL