માધાપરમાં મટકીફોડ દરમિયાન યુવાન પર હુમલો કરાયો

September 4, 2018 at 8:30 pm


ભુજના આશાપુરાનગર, ન્યુ સ્ટેશન રોડ વીસ્તારમાં મારામારીની ઘટના

ભુજ ઃ પશ્ચિમ કચ્છમાં મારામારીની જુદી જુદી ઘટનાઆે પ્રકાશમાં આવવા પામી છે. બનાવમાં ઈજાગ્રસ્તાેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભુજના આશાપુરા નગર વિસ્તારમાં જન્માષ્ટમીના રાત્રીના રાજેશ, રમેશ, મંજુલાબેન અને અનિલ રાજગાેરની પત્નીએ અગાાઉના ઝગડાનું મનદુઃખ રાખીને સામજી કોલીની ભાભી રાજબાઈને ગાળાગાળી કરીને ધકબુશટનાે માર મારયો હતાે. સામજીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતાે. તેવું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જયારે માધાપર નવાવાસ વીસ્તારમાં મટકીફોડના કાર્યક્રમ દરમિયાન પાેસ્ટર ફાડવાનાે વહેંમ રાખીને અજુૅનિંસહ જાડેજા અને તેની સાથેના બે ઈસમોએ વિનય દિલીપભાઈ દબાસીયા ઉ.વ.19 ને પાઈપ વડે માર મારયો હતાે. તેની માતા જશુબેન તાત્કાલીક સારવાર અથેૅ ભુજની જનરલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

જયારે ભુજની ન્યુ સ્ટેશન વિસ્તારમાં જેન્તીગીરી મનાેહરગીરી ગાેસ્વામી ઉ.વ. 7ર ને માર મારવામાં આવ્યો હતાે. ઈજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે તેઆેના મકાનની સામે જશ ડાભી જે નશાની હાલતમાં તેઆેની પત્નીને મારતાે હતાે ત્યારે તેઆે વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હોત. તેવું હોસ્પિટલ ચોકીના નિવેદનમાં જણાવવામા આવ્યું છે.

Comments

comments

VOTING POLL