માધાપરમાં મહિલાએ સંબંધ બાંધવાની ના પાડતા અપહરણ કરાયું

September 9, 2018 at 9:27 pm


ભુજ ઃ તાલુકાના માધાપર ખાતે મહિલાએ સંબંધ બાંધવાની ના પાડતા 4 ઈસમો અપહરણ કરી ગયાનાે બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે.

ગત તા. 8ના મુકીમ મામદ સમા, મામદ ઈસ્માઈલ સમા, જુમા અલાના સમા,અને હનીફ પેથા સમા મહિલાના ઘેર આવ્યા હતા અને કારમાં તેનું બળજબરી પુર્વક અપહરણ કરી ગયા હતા. મામદ અને જુમાએ મહિલાને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભુજ બી ડીવીઝન પાેલીસ મથકે 4 ઈસમો સામે 366, 3પ4, 3ર3, પ04, પ06(ર), 114 તથા 13પ મુજબ ગુનાે દાખલ કરાયો છે. આ બનાવમાં આરોપીઆેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તે વખતે આ બનાવમાં અપહરણ કરાયા બાદ તેણીએ હોબાળો કરા આરોપીઆે નાસી છુટયા હતા. અને તેણીએ ડર્યા વગર હકીકતાે પરિવારજનાેને જણાવીને ફરિયાદ નાેંધાવી હતી.

Comments

comments

VOTING POLL