માધાપર ચોકડી પાસે અજાÎયા વાહનની ઠોકરે ઘવાયેલા પ્રાૈઢનું મોત

September 12, 2018 at 3:38 pm


કોઠારિયા રોડ પર વિવેકાનંદનગરમાં રહેતા પ્રાૈઢને માધાપર ચોકડી પાસે અજાÎયા વાહનના ચાલકે ઠોકરે ચડાવતા પ્રાૈઢનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

બનાવ અંગેની વિગત મુજબ કોઠારિયા મેઈન રોડ પર આવેલ વિવેકાનંદનગર શેરી નં.2માં રહેતા અશોકભાઈ જુઠાભાઈ મોડાસિયા ઉ.વ.45 નામના પ્રાૈઢ માનસિક બિમારી અને પેરેલીસીસની બિમારી હોય ગત રવિવારે ઘરેથી નીકળી ગયા બાદ જામનગર રોડ પર માધાપર ગામના પાટિયા પાસે કોઈ અજાÎયા વાહનના ચાલકે હડફેટે લેતાં શરીરે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેઆેને 108 મારફતે સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ આજે તેઆેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

કેરોસીન પી જતાં બાળકીનું મોત

ગ્રીનલેન્ડ ચોકડી પાસે બીએમડબલ્યુ શોરૂમ પાછળ આવેલ લાલપરી મફતિયાપરામાં રહેતા સુરેશભાઈ ભખોરિયાની અઢી વર્ષની બાળકી મહીના રમતા રમતા ગઈકાલે રાત્રીના ઘરે કેરોસીન પી જતાં સારવારમાં ખસેડવામાં આવતા બાળકીનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

બિમારી સબબ વૃધ્ધનું મોત

જામનગર રોડ પર આવેલ તોપખાના હરિજનવાસમાં રહેતા છગનભાઈ દેવજીભાઈ ગોરી ઉ.વ.61 નામના વૃધ્ધને ગઈકાલે રાત્રીના પોતાના ઘરે બિમારી સબબ બેભાન થઈ જતાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબિબોએ જોઈ તપાસી મૃતક જાહેર કર્યા હતા.

Comments

comments

VOTING POLL