માધુરી દીક્ષિતની બ્યૂટી અને ફિટનેસનું જાણો શું છે સિક્રેટ….

February 2, 2019 at 7:35 pm


બોલિવૂડની ‘ધક-ધક ગર્લ’ તરીકે ઓળખાતી માધુરી દીક્ષિતે ઘણી વાર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની પસંદના હેલ્ધી ફૂડની ડિટેલ્સ શેર કરતી હોય છે. માધુરી દીક્ષિત ભલે બોલિવૂડમાં સક્રિય ન હોય પણ આજે પણ તે પહેલા જેટલી જ સુંદર અને ફિટ દેખાય છે અને તેનું કારણ છે તેનું ડાયટ પ્લાન.

થોડા દિવસો પહેલા જ ઈન્ટાગ્રામ પર માધુરીએ તેના કિચન ગાર્ડનમાં ઉગેલા બેલ પેપર્સ(જેને ભારતમાં મોટાભાગે કેપ્સિકમના નામે ઓળખવામાં આવે છે) તેનો ફોટો શેર કર્યો હતો. આમ તો કેપ્સિકમ પીળા, લાલ અને લીલા 3 રંગના હોય છે, પરંતુ ગ્રીન કેપ્સિકમમાં ન્યુટ્રિશનનું પ્રમાણ વધારે હોય છે.

કેપ્સિકમમાં વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે. આનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તાજેતરમાં પોલેન્ડમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલા કેપ્સિકમમાં નોન-ઓર્ગેનિક રીતથી ઉગાવવામાં આવેલા કેપ્સિકમ કરતા લગભગ 10 ગણા વધારે પ્રમાણમાં વિટામિન C હોય છે. કેપ્સિકમમાં વિટામિન C સિવાય વિટામિન B6 પણ હોય છે, તેનાથી પાચનક્રિયા નોર્મલ રહે છે. આ સિવાય કેપ્સિકમમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે કેન્સરને દૂર રાખે છે.

ગ્રીન બેલ પેપર્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જેના કારણે શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને જળવાઈ રહે છે. સ્વાદમાં આ તીખા હોતા નથી અને કેલરી પણ ઘણી ઓછી હોય છે. લિવર અને આંખ હેલ્ધી રાખવા માટે પણ કેપ્સિકમ ઘણું ફાયદાકારક છે.

Comments

comments

VOTING POLL